પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની સેના વચ્ચે છેલ્લા નવ સપ્તાહથી ટકરાવની સ્થિતિ યથાવત છે. બંને દેશો વચ્ચે સૈન્ય અને કૂટનીતિક સ્તરે થઈ રહેલી વાતચીતનુ પણ કોઈ રિઝલ્ટ આવી રહ્યુ નથી .
જાણકારોના મતે હવે આ સ્થિતિને બદલવા માટે હવે ભારત પાસે ત્રણ વિકલ્પ છે.પહેલો વિકલ્પ એ છે કે, ભારત ચીનની સેનાએ જે પણ બાંધકામો કર્યા છે તેને હટાવી દે.
આ માટે જોકે ભારતે સૈન્ય શક્તિનો ઉપયોગ કરવો પડશે.આ સ્થિતિમાં યુધ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.15 જુને આ જ સ્થિતિ સર્જાઈ હતી અને તેમાં બંને દેશના સૈનિકો વચ્ચે લોહિયાળ જંગ થયો હતો.
બીજો વિકલ્પ એ છે કે, ભારત પણ ચીનની જેમ એલએસી પર કેટલાક વિસ્તારો પર કબ્જો જમાવી દે.જ્યારે પણ વાતચીત થાય ત્યારે આ વિસ્તારોને ભારત યથા સ્થિતિ જાળવવા માટે આગળ કરી શકે છે.
2013માં ડેપસાંગ વિસ્તારમાં જ્યારે આવી સ્થિતિ સર્જાઈ ત્યારે ભારતીય સેનાએ ચુમાર વિસ્તારમાં આગળ વધીને કેટલાક બાંધકામો કર્યા હતા.વાતચીત બાદ બંને દેશની સેનાઓ પાછળ હટી ગઈ હતી.
ત્રીજો વિકલ્પ એ છે કે, બંને દેશો વાતચીત ચાલુ રાખે અને આ દરમિયાન ભારતીય સેના એ વાતનુ ધ્યાન રાખે કે બીજા કોઈ વિસ્તારમાં ચીન ગલવાન ખીણ અને પૈંગોંગ લેક વિસ્તારમાં કરી છે તેવી ઘૂસણખોરી ના કરે.ચીન પર દબાણ વધારવા માટે ભારત તેનો આર્થિક બહિષ્કાર પણ ચાલુ રાખે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.