હવે વિશ્વમાં વિસ્તારવાદ નહીં પણ વિકાસની વાતો કરો : નરેન્દ્ર મોદી

લદ્દાખ સરહદે ભારત અને ચીન વચ્ચેના તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અચાનક લેહ પહોંચ્યા હતા. પીએમ મોદીએ શુક્રવારે લેહની આકસ્મિક મુલાકાત લઈને સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી. તેમના આ પ્રવાસ દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત પણ તેમની સાથે હતા.

લેહ પહોંચી મોદીએ સૈન્યના અિધકારીઓ અને જવાનોને મળીને તેમની પાસેથી વાસ્તવિક માહિતી મેળવી હતી. આ સાથે મોદી 11,000 ફૂટની ઊંચાઈ પર સિૃથત નીમુની ફોરવર્ડ પોસ્ટ પર પણ પહોંચ્યા હતા. અહીં તેમણે સૈન્ય, હવાઈદળના અિધકારીઓ અને જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. લેહમાં જવાનોને સંબોધન કરતાં મોદીએ લદ્દાખને ભારતનો મહત્ત્વનો ભાગ ગણાવતાં કહ્યું, લદ્દાખનો આ સંપૂર્ણ ભાગ ભારતનું મસ્તક છે.

ભારતના માન-સન્માનનું પ્રતિક છે. આ સાથે વડાપ્રધાન મોદીએ ચીનને નિશાન બનાવતા કહ્યું કે દુનિયામાં હવે વિસ્તારવાદી સત્તાઓનો યુગ આથમી ગયો છે. અમે વાંસળીવાદક કૃષ્ણને પૂજીએ છીએ તો સુદર્શનચક્રધારી કૃષ્ણની પણ પૂજા કરીએ છીએ.

લેહમાં સિંધુ નદીના કિનારે 11,000 ફૂટની ઊંચાઈ પર નિમુ વિશ્વની સૌથી દુર્ગમ ફોરવર્ડ પોસ્ટમાંની એક છે. અહીં જવાનોને સંબોધન કરતાં મોદીએ જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રભક્તોની ધરતી છે. જે મુશ્કેલ પરિસિૃથતિઓમાં અને જે ઊંચાઈ પર તમે માતા ભારતીની ઢાલ બનીને તેનું રક્ષણ કરો છો, તેની સેવા કરો છો. તેની સરખામણી સમગ્ર વિશ્વમાં કોઈની સાથે થઈ શકે તેમ નથી. તમારૂં સાહસ એ ઊંચાઈથી પણ ઊંચું છે, જ્યાં તમે નિયુક્ત છો.

મોદીએ ચીનનું નામ લીધા વિના તેની વિસ્તારવાદી નીતિની પણ ટીકા કરી હતી. મોદીએ કહ્યું, ‘દુનિયામાં હવે વિસ્તારવાદી યુગ પૂરો થઈ ગયો છે. હવે વિકાસવાદનો યુગ છે અને તેના માટે જ હવે તકો છે. આ વિકાસવાદ જ ભવિષ્યનો આધાર છે. અગાઉની સદીઓમાં વિસ્તારવાદે જ માનવતાનો વિનાશ કર્યો છે. જેમના પર વિસ્તારવાદ સવાર થઈ જાય છે, તેમણે વિશ્વની શાંતિ જોખમમાં મૂકી દીધી છે.

ઈતિહાસ સાક્ષી છે કે આવી સત્તાઓનો નાશ થઈ ગયો છે આૃથવા તેમણે વલણ બદલવા મજબૂર થવું પડયું છે. સમગ્ર વિશ્વે તેના આ અનુભવના આધારે જ હવે વિસ્તારવાદ વિરૂદ્ધ અવાજ ઉઠાવવાનું મન બનાવી લીધું છે. ભારતે હંમેશા શાંતિ અને વિકાસનો માર્ગ ખોરવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારત શાંતિ અને મિત્રતા માટે કટિબદ્ધ છે, પરંતુ તેની આ શાંતિને નબળાઈ ન સમજવી જોઈએ.’

વડાપ્રધાને જવાનોને કહ્યું હતું કે તમારો નિશ્ચય આ ઘાટીથી પણ મજબૂત છે. તમારી ભૂજાઓ આજુબાજુની ચટ્ટાનો જેવી મજબૂત છે. તમારી ઈચ્છાશક્તિ આજુબાજુના પર્વતો જેટલી અટલ છે. દેશની સુરક્ષા તમારા હાથોમાં, તમારા મજબૂત ઈરાદાઓમાં છે તો એક અટૂટ વિશ્વાસ છે. માત્ર મને જ નહીં, આખા દેશને એ અટૂટ વિશ્વાસ છે અને દેશ તે અંગે નિશ્ચિંત પણ છે.

તમે સરહદ પર અડગ છો તો પ્રત્યેક દેશવાસીને દિવસ-રાત કામ કરવાની પ્રેરણા મળે છે. આત્મનિર્ભર ભારતનો સંકલ્પ તમારા સાહસના કારણે વધુ મજબૂત થાય છે. તમે અને તમારા સાથીઓએ જે વીરતા દર્શાવી છે તેનાથી આખી દુનિયામાં ભારતની શક્તિનો સંદેશ ગયો છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, ‘આજે મારી સામે મહિલા ટૂકડીઓ પણ બેઠી છે. યુદ્ધના મેદાન પર, સરહદ પર આ દૃશ્ય હિંમત આપે છે. આજે હું આપનું અભિનંદન કરૂં છું. હું ગલવાન ઘાટીમાં શહિદ થયેલા આપણા 20 જવાનોને પુન: શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું.

તેમાં દેશના દરેક ખૂણેથી વીરો પોતાનું શૌર્ય બતાવે છે. તેમના પરાક્રમ, તેમના સિંહનાદથી સમગ્ર વિશ્વ તેમનો જયકાર કરી રહી છે. આજે દરેક દેશવાસીનું માથું તમારી સામે આદરપૂર્વક નતમસ્તક થઈને નમન કરે છે. આજે દરેક ભારતીયની છાતી તમારી વિરતાથી ફુલાઈ જાય છે. સાથીઓ સિંધુના આશીર્વાદથી આ ધરતી પૂણ્ય થઈ છે.’

વડાપ્રધાને કહ્યું, ‘વીરતા જ શાંતિની પૂર્વ શરત છે. ભારત આજે જળ-જમીન, આકાશ અને અવકાશ સુધી પોતાની શક્તિઓ વધારી રહ્યું છે, તો તેની પાછળનું લક્ષ્ય માનવ કલ્યાણ જ છે. ભારત આજે આધુનિક અસ્ત્ર-શસ્ત્રનું નિર્માણ કરી રહ્યું છે.

દુનિયાની આધુનિક ટેકનોલોજી ભારતીય સૈન્ય માટે લાવી રહ્યું છે તો તેની પાછળની ભાવના એ જ છે. વિશ્વ યુદ્ધને જો આપણે યાદ કરીએ આૃથવા શાંતિની વાત કરીએ, જ્યારે પણ જરૂર પડી છે વિશ્વે આપણા વીરોના પરાક્રમ પણ જોયા છે અને વિશ્વ શાંતિમાં તેમના પરાક્રમોને અનુભવ્યા પણ છે.’

વડાપ્રધાને ઉમેર્યું હતું કે, જ્યારે પણ રાષ્ટ્રની સુરક્ષા સંબંિધત નિર્ણયો અંગે વિચારૂં છું તો સૌથી પહેલાં બે માતાઓને યાદ કરૂં છું. પહેલી આપણી ભારત માતા, બીજી એ વીર માતાઓ, જેમણે તમારા જેવા સૈનિકોને જન્મ આપ્યો છે. દેશના જવાનોના સુરક્ષા ઉપકરણો અને હિથયારોની શક્ય તમામ મદદનો પ્રયાસ સરકાર કરી રહી છે.

અમે શસ્ત્રદળોની જરૂરિયાતો પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છીએ. વડાપ્રધાન મોદીએ નિમુ ફોરવર્ડ પોસ્ટ પર જવાનોને સંબોધન કર્યા પછી લેહના મેમોરિયલ હોલ ઓફ ફેમ પહોંચ્યા અને ત્યાં શહિદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ત્યાર પછી વડાપ્રધાને લેહમાં સૈન્યની હોસ્પિટલમાં ગલવાન ઘાટીની આૃથડામણમાં ઈજાગ્રસ્ત થયેલા જવાનોની મુલાકાત લીધી હતી.

લદ્દાખ પ્રવાસ પછી મોદી શું કરે છે તે જોઈએ

ઈન્દિરા લેહ ગયા હતા તો પાક.ના બે ભાગ કરી નાંખ્યા હતા : કોંગ્રેસ

વડાપ્રધાન મોદીએ શુક્રવારે અચાનક લેહની મુલાકાતથી વિપક્ષમાં પણ હલચલ મચી ગઈ હતી.  જોકે, કોંગ્રેસે આ મુલાકાત મુદ્દે ઈન્દિરા ગાંધીની લેહ મુલાકાતનો ફોટો શૅર કરી પીએમ મોદી સામે સવાલ ઊભો કર્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ શુક્રવારે ટ્વીટર પર 1971ના યુદ્ધ પહેલાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની લેહ મુલાકાતની તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં ઈન્દિરા ગાંધી લેહમાં જવાનોને સંબોધન કરતાં જોવા મળે છે. આ ફોટો સાથે કોંગ્રેસ નેતાએ લખ્યું હતું કે, વડાપ્રધાન ઈન્દિરા ગાંધી લેહ ગયાં હતાં તો પાકિસ્તાનના બે ભાગલા પાડી દીધા હતા. હવે જોઈએ તેઓ (મોદી) શું કરે છે?

અમને વિસ્તારવાદી કહેવા આધારહીન : ચીનનો જવાબ

વડાપ્રધાન મોદીએ લેહમાં આપેલા સંબોધનમાં ચીને વિસ્તારવાદી કહેતાં ચીને પ્રતિક્રિયા આપી છે. નવી દિલ્હી સિૃથત ચીનના દૂતાવાસે કહ્યું કે અમને વિસ્તારવાદી કહેવા આધારહીન છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.