ભારતમાં કોરોનાનો પ્રકોપ વધુ ને વધુ વકરી રહ્યો છે. દેશમાં શુક્રવારે કોરોનાના અત્યાર સુધીમાં સૌથી વધુ નવા 23,010 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 449નાં મોત નીપજ્યાં છે. આ સાથે દેશમાં કોરોનાના કેસની સંખ્યા 6.40 લાખથી વધી ગઈ છે જ્યારે મૃત્યુઆંક 18,653 થઈ ગયો છે.
દેશમાં કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ કોરોના વાઈરસની પહેલી સ્વદેશી રસી લોન્ચ કરવાની તૈયારી હાથ ધરી છે. આઈસીએમઆરે હૈદરાબાદ સિૃથત ભારત બાયોટેક સાથે મળીને આ દવા વિકસાવી છે. ભારત દ્વારા વિકસાવવામાં આવી રહેલી કોરોનાની આ સૌપ્રથમ સ્વદશી રસી છે.
ભારતમાં એકબાજુ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તો બીજીબાજુ કોરોનાના દર્દીઓના સાજા થવાનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. શુક્રવારે એક જ દિવસમાં કોરોનાના 14,458 દર્દી સાજા થયા હતા.
આ સાથે કુલ 3,92,403 દર્દીઓ સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ, કોરોનાનો રિકવરી રેટ 61.23 ટકા થયો છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલીમાં જણાવાયું હતું. શુક્રવારે મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, તેલંગાણા અને કર્ણાટકમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો.
આઈસીએમઆરના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે એક પત્રમાં લખ્યું છે, બધા ક્લિનિકલ ટ્રાયલ પૂરા થયા પછી કોરોના વાઈરસની રસી કોવેક્સીન લોન્ચ કરાશે. ભારત બાયોટેક ઝડપથી કામ કરી રહી છે, જેથી ટાર્ગેટ પૂરો કરી શકાશે. તેના અંતિમ પરિણામ એ બાબત પર નિર્ભર કરશે કે આ પ્રોજેક્ટ માટે ક્લિનિકલ ટ્રાયલ સાઈટ્સનો સપોર્ટ કેટલો છે.
આઈસીએમઆરના સૂત્રોએ પણ ભાર્ગવના આ પત્રની પુષ્ટી કરી છે. આ દવાનું લોન્ચિંગ દોઢ મહિના પછી નક્કી કરાયું છે. આ રસી લોકોને મળવા લાગશે. બીજીબાજુ વિશ્વ આરોગ્ય સંસૃથાના વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે સાર્સ-સીઓવી-2ની રસી ડેવલપ થવામાં 12થી 18 મહિનાનો સમય લાગી શકે છે.
એક અિધકારીએ કહ્યું કે આઈસીએમઆરે માનવ ક્લિનિકલ ટ્રાયલ માટે 12 સંસૃથાનોની પસંદગી કરી છે. આઈસીએમઆરે 12 મેડિકલ સંસૃથાઓને રસીના માનવ ટ્રાયલ પર ઝડપથી કામ કરવા નિર્દેશ આપ્યા છે. સાથે ચેતવણી પણ આપી છે કે નિર્દેશોનું પાલન નહીં થાય તો તેને ગંભીરતાથી જોવામાં આવશે. તેથી તમારે આ પ્રોજેક્ટ પર સૌથી વધુ અગ્રતાથી કામ કરવાનું છે અને કોઈપણ ભૂલ વિના સમયસર પ્રોજેક્ટ પૂરો કરવાનો છે.
દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ‘ટેસ્ટ, ટ્રેસ, ટ્રીટ’ વ્યૂહરચના અને કોરોના ટેસ્ટિંગ માટે બધા જ અવરોધો દૂર કરવા સહિત અન્ય પગલાંઓને કારણે રાજ્યોમાં કોરોના માટેના ટેસ્ટિંગમાં નોંધપાત્ર વધારો થયો હતો.
રાજ્યોમાં કોરોનાના સેમ્પલ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતાં અત્યાર સુધીમાં કુલ 93 લાખથી વધુ સેમ્પલ્સ લેવાયા છે. આઈસીએમઆરના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કોવિડ-19 માટે કુલ 92,97,749 સેમ્પલ્સ લેવાયા છે, જેમાંથી 2,41,576 સેમ્બલ્સ ગુરૂવારે લેવાયા હતા.
બીજીબાજુ લક્ષણ ન દેખાયા હોય તેવા કોરોનાના દર્દીઓ માટે હોમ આઈસોલેશનની માર્ગદર્શિકામાં સ્વાસ્થ્ય મંત્રાલયે સુધારો કર્યો છે. નવી માર્ગદર્શિકા મુજબ ૅજે વ્યક્તિને હોમ આઈસોલેશનની સલાહ અપાઈ છે તેને ડૉક્ટર્સ આૃથવા મેડિકલ અિધકારીઓ તરફથી વેરી માઈલ્ડ/ પ્રી-સિમ્પ્ટોમેટિક આૃથવા અસિમ્પ્ટોમેટિક જણાયા હોવા જોઈએ.
સંક્રમિત વ્યક્તિના ઘરમાં હોમ આઈસોલેશન દરમિયાન પરિવારથી અલગ યોગ્ય અંતર પર બધી સુવિધાઓ હોવી જોઈએ. સાથે જ હોમ આઈસોલેશન દરમિયાન સંક્રમિત વ્યક્તિની સારવાર માટે 24 કલાક અને સાત દિવસ કોઈ વ્યક્તિ હાજર હોવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.