એક તરફ હાલ દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. જ્યારે બીજી તરફ મોંઘાવારીના મારે લોકોની હાલત બગાડી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચતા જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. જેના કારણે સામાન્ય જનતાના ખિસ્સા પર ભાર વધ્યું છે. ત્યારે હવે એલપીજી ગેસ સિલિન્ડરને લઈ મોટા સમાચાર આવ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ હવે જલદી લોકોને એક એવો વિકલ્પ મળશે કે પોતાની જરૂરિયાત મુજબ એલપીજી ખરીદી શકશે. જરૂરિયાત ન હોવા પર 14 કિલોનો એલપીજી રાંધણ ગેસ સિલિન્ડર ના લો અને ના પૂરું પેમેન્ટ કરો. એક ખાનગી મીડિયા રિપોર્ટ પ્રમાણે પેટ્રોલિયમ મંત્રાલયે સરકારી તેલ કંપનીઓને ગ્રામીણ અને નાના શહેરોને ધ્યાનમાં રાખી માર્કેટિંગ રિફોર્મની પ્રક્રિયા ઝડપી બનાવવા અંગે ટકોર કરી છે. પેટ્રોલિયમ મંત્રાલયે રિફોર્મ પર સમીક્ષા બેઠક કરી છે. આનાથી 8 કરોડ ઉજ્જવલા ગ્રાહકોને વધુ ફાયદો થશે. રિફિલ રેટ વધારવાથી તેલ કંપનીઓને પણ ફાયદો થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મોબાઇલ એલપીજી વાન દ્વારા સેવા પૂરી પાડવાની તૈયારી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, લેવામાં આવેલા એલપીજીની માત્રાના પ્રમાણમાં સબસિડીની જોગવાઈ રહેશે. ગ્રાહકો 80-100 રૂપિયાની એલપીજી પણ મેળવી શકશે. તેનાથી સરકારની સબસિડી ચુકવણીમાં પણ ઘટાડો થશે. નાણાકીય વર્ષ 2021 માટે સબસિડી ફાળવણી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.