– 15મી ઓગસ્ટ સુધીમાં રસી બનાવવાના આઈસીએમઆરના નિર્દેશોથી વિવાદ
– સ્વદેશી રસીના પરિક્ષણમાં બાબુશાહીના અવરોધો દૂર કરવાનો આશય : આઈસીએમઆરના વડા ભાર્ગવ
ભારતીય નાગરિકોની સલામતી અને તેમના હિતો અમારા માટે સૌથી મોટી પ્રાથમિક્તા છે તેમ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે શનિવારે જણાવ્યું હતું.
15મી ઓગસ્ટ સુધીમાં કોરોનાની રસી બનાવી લેવા માટે મેડિકલ સંસૃથાઓને નિર્દેશ આપતા આઈસીએમઆરના વડા ભાર્ગવના પત્રથી વિવાદ સર્જાયા પછી દેશની ટોચની મેડિકલ રિસર્ચ સંસૃથાએ શનિવારે આ ખુલાસો કરવો પડયો હતો.
આઈસીએમઆર વડાપ્રધાન મોદીને લાભ પહોંચાડવા માટે 15મી ઓગસ્ટ સુધીમાં કોરોનાની રસી બનાવવા માગે છે તેવો વિપક્ષે આક્ષેપ કર્યો હતો જ્યારે આઈસીએમઆરની ડેડલાઈન અંગે મેડિકલ નિષ્ણાતોએ સવાલ ઉઠાવ્યો હતો.
આઈસીએમઆરના પ્રમુખ બલરામ ભાર્ગવે આ સપ્તાહના પ્રારંભમાં કોરોનાની સૌપ્રથમ સ્વદેશી રસી ‘કોવેક્સીન’ના હ્યુમન ટ્રાયલ થવાના છે તેવી 12 મેડિકલ સંસૃથાઓને પત્ર લખ્યા હતા, જેમાં કહેવાયું હતું કે આઈસીએમઆર સ્વતંત્રતા દિવસે કોરોના વાઈરસની રસી લોન્ચ કરવા અંગે વિચારી રહી છે.
સ્વદેશી રસીના આ પ્રોજેક્ટને સૌથી અગ્રતાના ધોરણે હાથ ધરવો અને તેમાં કરવામાં આવેલી ભૂલને ગંભીરતાથી જોવામાં આવશે તેમજ કોઈપણ બેદરકારી ચલાવી લેવાશે નહીં. બલરામ ભાર્ગવે આ પત્રમાં ડૉક્ટરોને રસીના ક્લિનિકલ ટ્રાયલને ‘ફાસ્ટ ટ્રેક’ કરવા પણ જણાવ્યું હતું
આઈસીએમઆરના આ પત્રના સંદર્ભમાં વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે આઈસીએમઆર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને રાજકીય લાભ પહોંચાડવા માટે આમ કરી રહી છે. આઈસીએમઆરના આ પત્રથી ડૉક્ટરો અને તબીબી ક્ષેત્રના નિષ્ણાતોને પણ ઝટકો લાગ્યો હતો.
તેમણે કહ્યું કે રસી માટે છ સપ્તાહની સમય મર્યાદા નિશ્ચિત કરવી અવાસ્તવિક છે. જોકે, આઈસીએમઆરના વડા ભાર્ગવે આ સંદેશનો બચાવ કરતાં કહ્યું હતું કે, ડીજી-આઈસીએમઆરે આ પત્ર બીનજરૂરી બાબુશાહીના અવરોધો ઘટાડવા, અનાવશ્યક પ્રક્રિયાઓને બાજુ પર મૂકવા અને પાર્ટીસીપન્ટ્સની ભરતીમાં ગતિ લાવવા લખ્યું હતું.
આઈસીએમઆરે કહ્યું કે બાબુશાહીથી સ્વદેશી પરિક્ષણ કિટો પર સંમતિમાં અવરોધો ઊભા ન થાય સાથે જ પ્રક્રિયાને ધીમી ગતિથી દૂર રાખવા માટે પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રનો આશય કેટલાક તબક્કાઓને ઝડપથી પૂરા કરવાનો હતો, જેથી રસીની અસર જાણવા માટે લોકો પર કોઈ વિલંબ વિના ટેસ્ટ શરૂ કરી શકાય.
આઈસીએમઆરે ભારપૂર્વક કહ્યું કે અમારી પ્રક્રિયા વૈશ્વિક સ્તર પર સ્વીકૃત માપદંડોને અનુરૂપ મહામારીની સંભવિત બીમારીઓ માટે રસી વિકસાવવાને ફાસ્ટ ટ્રેક કરવા માટે છે, જેમાં માણસ અને પ્રાણીઓ પર સમાનાંતર પરીક્ષણ કરવામાં આવે છે. ડેટા સુરક્ષા નિરિક્ષણ બોર્ડ રસીનું પરીક્ષણ સૌથી સારી રીતે કરવામાં આવે તે નક્કી કરે છે. બોર્ડની આવશ્યક્તા મુજબ સમિક્ષાનું કામ પણ કરાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.