આજકાલ સમગ્ર દેશમાં તહેવારની સિઝન ચાલી રહી છે.આ તહેવારો વચ્ચે ભેળસેળ કરવા વાળાઓને છૂટો દોર મળી રહ્યો છે. તેવામાં સુરતના એસ.એમ.સી.ના આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઝોનમાં ફરસાણની દુકાનોમાં રેડ કરવામાં આવી છે.
આવતીકાલે દશેરો છે, ને દશેરા મા સુરતી લોકો ફાફડા-જલેબી ખાવા માં પાછા પડતા નથી. એવામાં કોઈ ભેળસેળ જય છે કે કેમ તેની તપાસ માટે એસએમસી ના આરોગ્ય વિભાગ દ્વારા ફાફડા અને જલેબી ના નમુના લેવામાં આવ્યા છે.
જેને સુરતની ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. ત્યારબાદ તે લેવાયેલા નમૂનાઓની તપાસ થશે. રે તેમાં કોઈ પ્રકારની ભેળસેળ છે કે નહીં તેનો રિપોર્ટ આપશે. આ રિપોર્ટ આગામી ૧૪ દિવસમાં આવશે. જો રીપોર્ટમાં કંઈ આપે છે પકડાય તો જે તે ફરસાણ માલિક ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.