ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેવું કહીને ગેહલોતે છ કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું : CM રૂપાણી

‘એક પછી એક ચૂંટણી હાર્યા પછી અને રાજસ્થાનમાં બધી જ લોકસભાની સીટ કૉંગ્રેસ હારી ગયા પછી કોંગ્રેસને કળ વળી નથી. બધા કૉંગ્રેસીઓનાં જીભ અને મગજનાં જોડાણ તૂટી ગયા છે.’દારૂબંધી (Liquor Ban) પર રાજસ્થાન (Rajasthan)ના મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot)એ કહ્યુ કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. તેઓએ કહ્યુ કે, તેને એક વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો અને પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાત (Gujarat)માં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત (Consumption) સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. આ નિવેદન પર પલટવાર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay Rupani) કહ્યું કે, રાજસ્થાનનાં સીએમ અશોક ગેહલોતે ગુજરાતની જનતાની માફી માંગવી જોઇએ. તમામ ગુજરાતીઓને દારૂડીયા કહ્યાં છે તે તેમને શોભતું નથી.

‘મોદી કોંગ્રેસને આંખમાં કણાંની જેમ ખૂંચે છે’

આ અંગે મુખ્યમંત્રીએ કડક શબ્દોમાં કહ્યું કે, ‘એક પછી એક ચૂંટણી હાર્યા પછી અને રાજસ્થાનમાં બધી જ લોકસભાની સીટ કૉંગ્રેસ હારી ગયા પછી કોંગ્રેસને કળ વળી નથી. બધા કૉંગ્રેસીઓનાં જીભ અને મગજનાં જોડાણ તૂટી ગયા હોય તેમ લાગે છે. ગેહલોતજીએ, ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેવું કહીને સડા છો કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. તમામ ગુજરાતીઓને દારૂડીયા કહ્યાં છે તે તેમને શોભતું નથી. ગુજરાત કોંગ્રેસે જવાબ આપવો જોઇએ.

‘ગેહલોતજીએ માફી માંગવી જોઇએ’

ગેહલોતજીએ તમામ ગુજરાતીઓની માફી માંગવી જોઇએ. રાજસ્થાનનાં મુખ્યમંત્રી ગુજરાતની ચૂંટણી જીતાડી ન શક્યા તેથી ગુજરાતીઓ પર ગમે તેવા આક્ષેપો કરવા તે તેમને શોભતું નથી. ગુજરાતીઓ તેમને માફ નહીં કરે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.