સુરત: સ્કૂલો શિક્ષકોને ઘરે ઘરે જઈને પ્રશ્નપત્રો પહોંચાડવાની જોખમી કામગીરી સોંપવા તૈયાર નથી, પરીક્ષા રદ કરો

 

સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ પીક પર છે ત્યારે ઘરે ઘરે જઈને પ્રશ્નપત્રો પહોંચાડવા મુશ્કેલ છે. સ્વનિર્ભર શાળાના શિક્ષકોને આવી જોખમી અને જીવલેણ કામગીરી સોંપવા સ્વનિર્ભર શાળાઓનું સંચાલક મંડળ તૈયાર નથી આથી આ પરીક્ષા રદ કરવા માગ કરાઈ છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આજે ગાંધીનગર શિક્ષણ વિભાગ માં રજૂઆત કરી હતી કે આગામી 29 અને 30 જુલાઈ દરમ્યાન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સામાયિક મૂલ્યાંકન કસોટી તેમજ માધ્યમિક અને ઉ.માં . શાળાના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવાનું આયોજન કરવામાં આવેલ છે. પરંતુ નીચેના પરિબળોને ધ્યાને લેતા આ કસોટી રદ કરવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ – સુરતની વિનંતી છે.

( 1) હાલમાં સુરત શહેર અને જિલ્લામાં કોવિડ -19નું સંક્રમણ પીક પર છે . સમગ્ર વહીવટી તંત્ર તેને કંટ્રોલ કરવાના કાર્યમાં જોડાયેલ છે ત્યારે વિદ્યાર્થીઓના ઘેર ઘેર જઈને પ્રશ્નપત્રો પહોંચાડવાનું કાર્ય જોખમી છે તથા કોરોના સંક્રમણના ભોગ બનવાની શક્યતા રહેલી છે. સ્વનિર્ભર શાળાના શિક્ષકોને આવી જોખમી અને જીવલેણ કામગીરી સોંપવા સ્વનિર્ભર શાળાઓનું સંચાલક મંડળ તૈયાર નથી.

(2) હાલમાં સુરતમાંથી 600 જેટલી ટ્રેનો દ્વારા 12 લાખ જેટલા અન્ય રાજ્યના લોકોને પોતાના વતનમાં મોકલી આપવામાં આવેલ છે. જેમના બાળકો હાલ સુરતમાં ઉપસ્થિત નથી.

(3) સુરતમાં કોરોના સંક્રમણની માત્રા વધુ હોય હિરા અને ટેક્ષટાઈલ ઉદ્યોગો સાથે જોડાયેલ 9 લાખ જેટલા લોકો સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં પોતાના વતનમાં ગયેલ છે જેઓ હજુ સુધી પરત આવેલ નથી. આથી તેઓના બાળકો પણ હાલ સુરતમાં ઉપસ્થિત નથી.

(4) કેટલાક વાલીશ્રીઓ હોમ લર્નીગ નો વિરોધ કરતાં હોવાથી તેઓના બાળકો હોમ લર્નીગના માધ્યમથી એજ્યુકેશન લઈ રહ્યાં નથી.

(5) લોક ડાઉનને કારણે વાલીશ્રીઓ આર્થિક મુશ્કેલીને કારણે જુન માસની ફી ભરતા નથી આથી શાળાના કર્મચારીઓને પગાર ચૂકવવાની મુશ્કેલી પણ ઉભી થઇ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.