– પોરબંદર જિલ્લામાં 12 ઇંચ વરસાદ વરસતા એનડીઆરએફની ટીમ બોલાવાઇ
– માધવપુરમાં બે દિવસનો 9 ઈંચ વરસાદ, દરિયામાં ઊંચા મોજાં ઉછળ્યાં
કલ્યાણપુરમાં 8.50, માણાવદર- ફલ્લા – કેશોદમાં 8, પડધરી – નિકાવામાં 7, જામનગર – વિસાવદર અને ભાણવડમાં 3.5 થી 5 ઈંચ ધોધમાર વરસાદ
સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘસવારી આગળ ધસી રહી છે. આજે જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાત પંથકમાં છૂટાછવાયા સૃથળે ભારે સહિત સૌરાષ્ટ્રભરમાં સાર્વત્રિક હળવો મધ્યમ વરસાદ થયો હતો.
કાલાવડમાં મૂશળધાર 16 ઈંચ વરસાદથી નદી – નાળા છલકાઈ ગયા છે, તો છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં 11, કલ્યાણપુરમાં 8.50, માણવદર ફલ્લા – કેશોદમાં 8, રાજકોટમાં 9 ઈંચ વરસાદ પડી ગયો છે.
રાજકોટ શહેરમાં રવિવારની રાત અને સોમવારે દિવસ દરમિયાન કયારેક અનરાધાર તો કયારેક ઝરમર ચાલુ રહેતાં સાડા છ ઈંચથી વધુ પાણી વરસી ગયું હતું. શહેરના મુખ્ય માર્ગો પર જાણે નદી વહી નીકળી હતી.
જિલ્લામાં પડધરી ખાતે ધોધમાર સાત ઈંચ, લોિધકામાં ત્રણ અને જામકંડોરણા બે ઈંચ, જસદણ, કોટડાસાંગાણી ખાતે એક-એક ઈંચ, ઉપલેટા – જેતપુર – ધોરાજીમાં આૃર્ધો ઈંચ તથા ગોંડલમાં આજના ભારે ઝાપટાં સહિત 24 કલાકમાં અઢી ઈંચ નોંધાયો છે.
ગોંડલના વાસાવડ ગામે વાસાવડી નદીમાં ઘોડાપૂર આવતાં ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. ગોંડલથી વોરાકોટડા જતા માર્ગ પર ગોંડલી નદીનાં પાણી ફરી વળ્યાં હતાં. ઉપલેટાનાં ઢાંકમાં 24 કલાકમાં 6 ઈંચ વરસાદ થયો છે.
જામનગર શહેરમાં સાડા ત્રણ ઈંચ વરસાદથી ઠેકઠેકાણે પાણીનો ભરાવો થયો હતો, જયારે જિલ્લામાં જોડિયામાં અઢી અને જામંજોધપુર બે ઈંચ, લાલપુર ત્રણ, ધ્રોલ પાંચ ઈંચ, કાલાવડના નિકાવા ગામે 24 કલાકમાં 7 ઈંચ તેમજ કાલાવડ નગરમાં તો આજે સામટો બાર ઈંચ વરસાદ પડી ગયો હતો.
બપોરે 4થી 4 દરમિયાન વરસાદનું જોર વધ્યું હતું. અને ચાર ઈંચથી વધુ પાણી વરસી ગયું હતું. નિકાવા આસપાસના બંડીયા, રાજડા આણંદપર
સહિત ગામોમાં સારો વરસાદ થયો છે. ધ્રોલની બાવની નદીમાં પૂર આવ્યું હતું. જામનગર નજીકનાં ફલ્લામાં મૂશળધાર આઠ ઈંચ વરસી ગયો હતો.
દ્વારકામાં ગઈકાલ સવારથી ઝરમર વરસાદ ચાલુ થયા બાદ ગત રાત્રીનાં 8 વાગ્યા પછી ગાજવીજ અને ભારે પવન સાથે મુશળધાર વરસાદ તૂટી પડયો હતો. રાત્રીનાં બે વાગ્યા સુધીમાં 6 કલાકમાં 11 ઈંચ પાણી વરસી જતા ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતાં. રવિવારે રાતે 10થી સોમવારે સાંજે 6 સુધીમાં ખંભાળિયામાં વધુ સાડા ચાર ઈંચ, ભાણવડમાં પાંચ ઈંચ, કલ્યાણપુરમાં સવા આઠ ઈંચ વરસાદ થઈ ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.