પેટાચૂંટણી નજીક આવતા જ સાંસદોનો બફાટ કરવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. પૂર્વ સાંસદ પરબત પટેલના બફાટના વિડીયો બાદ થરાદના ઉમેદવાર જીવરાજ પટેલનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જીવરાજ પટેલ ગુસ્સે થતા નજરે પડી રહ્યા છે. ચૂંટણીલક્ષી પ્રચાર માં મતદારોની સંખ્યા નહિવત જોતા જીવરાજ પટેલ રોષે ભરાયા હતા અને બફાટ કર્યો હતો કે પ્રજા કરતા તો ભાજપના નેતાઓ વધુ છે. સભામાં ખુરસીઓ ખાલી નજરે પડતા જીવરાજ પટેલ અકળાયા હતા અને રોષ ઠાલવ્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે અને લોકો જીવરાજ પટેલ પર નારાજગી દર્શાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.