ડીઝલમાં 25 પૈસાના વધારા સાથે ભાવ 80.78ની વિક્રમી સપાટીએ

– પેટ્રોલનો ભાવ રૂ. 80.43 યથાવત્

– એક મહિનામાં પેટ્રોલના ભાવ 21 વખત કુલ રૂ. 9.17 જ્યારે ડીઝલ 23 વખત કુલ રૂ. 11.39 વધ્યા

રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવારે ડીઝલના ભાવમાં લગભગ એક સપ્તાહના વિરામ પછી 25 પૈસાનો વધારો થતાં ડીઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. દિલ્હીમાં મંગળવારે ડીઝલના ભાવ વધીને પ્રતિ લીટર રૂ. 80.78 થયા હતા.

જોકે, ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલના ભાવમાં સતત આઠમા દિવસે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરિણામે પેટ્રોલનો ભાવ દિલ્હીમાં પ્રતિ લીટર રૂ. 80.43 છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે 29મી જૂને સુધારો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી મંગળવારે ડીઝલના ભાવમાં 25 પૈસાનો વધારો કરાયો હતો તેમ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ જણાવ્યું હતું.

સૃથાનિક વેચાણ વેરો આૃથવા વેટ જેવા સૃથાનિક કરોના કારણે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ છે. છેલ્લા એક મહિનામાં ડીઝલના ભાવમાં 23 વખત જ્યારે પેટ્રોલના ભાવમાં 21 વખત વધારો કરવામાં આવ્યો છે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 7મી જૂને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી દૈનિક ફેરફાર શરૂ કરતાં પેટ્રોલના ભાવમાં રૂ. 9.17 અને ડીઝલમાં રૂ. 11.39નો વધારો કરવામાં આવ્યો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ મુંબઈમાં સૌથી વધુ છે.

મુંબઈમાં મંગળવારે પેટ્રોલનો ભાવ રૂ. 87.19 છે, જેમાં 29મી જૂનથી કોઈ ફેરફાર થયો નથી જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 78.83થી વધીને રૂ. 79.05 થયો છે. કોરોના વાઈરસે વૈશ્વિક આૃર્થતંત્ર પર ગંભીર અસર કરતાં ક્રૂડના ભાવમાં ઘટાડો આવ્યો હતો ત્યારે ભારતમાં ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નહોતો. એપ્રિલમાં ભારતીય બાસ્કેટ પ્રતિ બેરલ 20 ડોલરથી નીચે જતું રહ્યું હતું.

દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો શરૂ થયા પછી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 7મી જૂનથી વધારો શરૂ કરી દીધો હતો. વૈશ્વિક સ્તરે ક્રૂડના પુરવઠામાં કાપના પગલે મંગળવારે પણ ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો હતો, પરંતુ અમેરિકામાં કોરોના વાઈરસના કેસ વધતાં આ ઉછાળો મર્યાદિત રહ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.