કોરોના મહામારી વચ્ચે સરકારે માસ્ક અને સેનિટાઇઝરને કર્યુ આવશ્યક વસ્તુની લિસ્ટમાથી બહાર

દેશમા કોરોના વાઇરસના વધતા કેસોની સામે માસ્ક અને સેનિટાઇઝરને આવશ્યક વસ્તુઓની લિસ્ટમાથી બહાર કરાયુ છે. મહામારીના આ સમયમા આ નિર્ણય સરકાર સામે મોટો પ્રશ્ન ઉભો થયો છે. લોકડાઉનના સમયમા સેનિટાઇઝર અને માસ્ક બનાવનાર કંપનીઓએ કેન્દ્ર સરકારને આ બાબતે અપીલ કરી હતી, પરંતુ કેન્દ્રએ આ અપીલ નકારી કાઢી હતી.

ઇન્ડિયન મેડિકલ ડિવાઇઝ ઇન્ડસ્ટ્રીએ કન્ઝયૂમર અફેયર્સ ડિપાર્ટમેન્ટએ સેક્રેટરીને પત્ર લખીને જણાવ્યુ કે, દેશમા કોરોના વાઇરસના કેસો વધી રહ્યા છે. એવામા 2-3 PLY માસ્કને હવેના છ મહિના સુધી જરૂરી સામાનના લિસ્ટમા જ રાખવાની જરૂર હતી. જો કે, સેનિટાઇઝરને લઇને રિવ્યુની વાત કહેવામા આવી હતી.

જો કે આ સલાહને નકારી કાઢીને સરકારે 1 જુલાઇના આવશ્યક વસ્તુઓનુ એક નવુ લિસ્ટ જાહેર કર્યુ હતુ, જેમા સેનિટાઇઝર અને માસ્કનો સમાવેશ કરવામા આવ્યો નહોતો. AIMEDએ સરકારને 30 જુનના રોજ કહ્યુ કે જેવુ અનલોક શરૂ થયુ છે, લોકો ઘરની બહાર નિકળી રહ્યા છે, જેથી માસ્ક અને સેનિટાઇઝરની જરૂર પડશે.

AiMeDના ફોરમ કોર્ડિનેટર રાજીવ નાથએ જણાવ્યુ કે, અમે આ બંન્ને વસ્તુઓના ભાવ પર કેપ લગાવવાની વાત પણ કહી હતી, જ્યારે માસ્ક અને સેનિટાઇઝરને આવશ્યક વસ્તુઓની લિસ્ટમાથી જ હટાવવામા આવી રહ્યુ છે, ત્યારે તેના ભાવ વધવાની શક્યતા છે. પરંતુ એક વર્ષ સુધી આ વસ્તુઓના 10% ભાવ વધારી શકાશે નહી.

જો કે, PWMAIના પ્રમુખ ડો. સંજીવ રેહલાનએ કહ્યુ કે, હવે દેશમા માસ્ક અને સેનિટાઇઝરનુ ઘણા મોટા પ્રમાણમા ઉત્પાદન થઇ રહ્યુ છે. એવામા લિસ્ટમાથી નામ કાઢી નાખવાથી કોઇ મુસીબત નહીં થાય અને સપ્લાય તેમજ ભાવ પર પણ કોઇ અસર નહીં પડે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસની મહામારીના કારણે દેશમા માસ્ક અને સેનિટાઇઝરની માગ વધી ગઇ છે. જેના કારણે સરકારે માર્ચ મહિનામા તેને આવશ્યક વસ્તુઓના લિસ્ટમા ઉમેરી હતી, જો કે 100ML સેનિટાઇઝરનો ભાવ 100 રૂ. થી વધુ નહીં લઇ શકાય. કોઇપણ વસ્તુ જરૂરી સામાનના લિસ્ટમા આવે તો તેની કાળા બજારી અટકી જાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.