સુરતના વરાછામાં 19000 ઘરોમાં રહેતા 1.28 લાખ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા

  • સુરત : (Surat) શહેરમાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે સંક્રમણ ન વધે એ માટે જે વિસ્તારમાં પોઝિટિવ આવે છે તે વિસ્તારને મનપા (SMC) દ્વારા ક્લસ્ટર (Cluster) જાહેર કરવામાં આવે છે. મંગળવારે શહેરમાં વરાછા ઝોન એ વિસ્તારની 12 સોસાયટીમાં 19519 ઘરોમાં રહેતા 1,28,623 લોકોને હોમ ક્વોરન્ટાઇન (Quarantine) કરવામાં આવ્યા હતા. જેમાં વરાછા લંબે હનુમાન વિસ્તારની વર્ષા સોસાયટી, ઇશ્વરકૃપા સોસાયટી-3, સ્વસ્તિકનગર, ત્રિકમનગર-2, લક્ષ્મીનગર, કાપોદ્રા વિસ્તારમાં સાગર સોસાયટી, રચના સોસાયટી, યમુનાકુંજ સોસાયટી, કમલ પાર્ક, પુણાગામની સીતારામ સોસાયટી, નંદનવન સોસાયટી અને જનતા એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને હોમ ક્વોરન્ટાઇન (Home Quarantine) રહેવા મનપા કમિશનરે હુકમ કર્યો હતો. લિંબાયત ઝોનમાં 904 ઘરોમાં રહેતા 4294 લોકોને કલસ્ટરમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જેમાં સોનિયાગાંધી નગર ઝૂંપડપટ્ટી, આનંદનગર ઝૂંપડપટ્ટી, સાકાર એપાર્ટમેન્ટ, મેઘાની ચાલવાળો વિસ્તાર, હળપતિવાસ, એમ.જી.ફૂટ માર્કેટ સહિતના વિસ્તારોને ક્લસ્ટરમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

કોરોના ગાઇડલાઇનનું પાલન નહીં થતાં 26 લારીઓ જપ્ત
ઉધના સમાવિષ્ટ વિસ્તારમાં લોકોને કોરોનાવાયરસની બીમારી થી રક્ષણ મળી રહે તે માટે ઝોન વિસ્તારમાં આવેલ શાકભાજી વેચાણના સ્પોટ, કોર્મશિયલ દુકાન, કરિયાણા, મેડિકલ સ્ટોર્સ, ગેરેજ, મોબાઇલ શોપ, શો-રૂમ, દૂધની ડેરીઓ વિગેરે સ્થળ પર મુલાકાત કરતાં શહેરીજનો તથા વેપારીઓને કોરોનાવાયરસ સંક્રમણથી બચવા જે તકેદારી રાખવાની છે તે અંગેની કાર્યવાહી કરવા માટે ઉધના ઝોનમાં મનપા દ્વારા પીયુષ પોઈન્ટથી હેડગેવાર બ્રિજ સુધીના રસ્તા પર, વિજયાનગરમાં ૨૩૮ સંસ્થાઓના માલીકોને માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તથા સેનિટાઈઝર ઉપયોગ કરવા,બે ગજના અંતરે ઉભા રહે તે મુજબની દુકાનની અંદર તથા બહાર સર્કલ ચોરસ કલરથી કુંડાળા કરવા સમજ આપવામાં આવી હતી જે પૈકી જે સંસ્થાઓના માલીકો દ્વારા આ મુજબની કાર્યપધ્ધતીનો અમલ કરવામાં આવેલ ન હોય તેવા તેવી કુલ -૨૬ લારીઓ, ૧૫૧-પાથરણા જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ માસ્ક ન પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવવા તથા સેનિટાઈઝર ઉપયોગ ન કરવા બાબતે દુકાનધારકો પાસેથી રૂા. ૧૯,૯00/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.