દિલ્હી: મંગળવારે એટલે કે આજે સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેન્દ્ર સરકાર (Center) ને આવનારા એક મહિનાની અંદર ભારતીય સેના (Indian Army) માં મહિલાઓની સમાનતા (equality for women in army)ના નિર્ણયના અમલ માટે એક મહિનાનો સમય આપ્યો છે. જો કે સરકારને આ અગાઉ 3 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. પણ કોરોના (Corona Virus)ના કારણે તે શકય બન્યુ નહોતુ. આટલા વિલંબ પછી પણ કેન્દ્ર સરકાર 6 મહિના માંગી રહી હતી. પણ સુપ્રીમ કોર્ટે આ કાર્યવાહી ફક્ત એક મહિનામાં પૂરી કરવાનો આદેશ આપ્યો છે.
17 વર્ષની કાનૂની લડત પછી ફેબ્રુઆરીમાં મહિલાઓને આર્મીમાં સમાન અધિકાર મેળવવાનો માર્ગ સાફ થયો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જે મહિલા અધિકારીઓ આ વિકલ્પ પસંદ કરવા માંગતા હોય તેમને ત્રણ મહિનાની અંદર સેનામાં કાયમી કમિશન (commission) આપવું જોઈએ. સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલાં લઘુ સેવા આયોગ (Short Service Commission SSC) માં 14 વર્ષ સેનામાં ફરજ બજાવતા પુરુષોને કાયમી કમિશનનો વિકલ્પ મળી રહ્યો હતો, પરંતુ મહિલાઓને આ અધિકાર મળતો નથી. બીજી તરફ એરફોર્સ (Air force) અને નેવી (Navy) માં મહિલા અધિકારીઓને કાયમી કમિશન મળી છે.
ન્યાયાધીશ ચંદ્રચુડે ઉપસ્થિત વરિષ્ઠ વકીલ આર બાલાસુબ્રમણિયમને કહ્યું કે, જ્યારે તમે ‘નોંધપાત્ર પાલન’ શબ્દનો ઉપયોગ કરો છો ત્યારે તમારો મતલબ શું છે? કોર્ટે તેના આદેશો પસાર કર્યા પછી ‘નોંધપાત્ર પાલન’ જેવુ કંઇ હોતુ નથી. તમારે આદેશોનું સંપૂર્ણ પાલન કરવું જ પડશે.વરિષ્ઠ વકીલો મીનાક્ષી લેખી (Meenakshi Lekhi) અને મીનાક્ષી અરોરા (Meenalshi Arora) દ્વારા સરકાર કોર્ટના આદેશોને નકારી કાઢવાની જે રીતથી સરકાર પ્રયાસ કરી રહી છે તે અંગે આશંકા વ્યક્ત કર્યા પછી બેંચનો પોઝર આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.