સુરત: વરાછા કતારગામમાં સાત દિવસ ખાણી પીણીની લારીઓ પર પ્રતિબંધ

– વરાછા કતારગામમાં વાઈરલ લોડ ઘટવાનું નામ નથી દેતો

વરાછાની 12 સોસા.ના 1.28 લાખ લોકો ફરજ્યાત હોમ કોરોન્ટાઈનઃ લિંબાયતના 4294 લોકો ક્લસ્ટરમાંથી બહાર

 

સુરત મ્યુનિ.ના કતારગામ અને વરાછા ઝોનમાં વાઈરલ લોડ સોથી વધુ હોવાથી કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જેના કારણે આ વિસ્તારમાં થોડા દિવસો પહેલાં પાનના ગલ્લા દુકાનો પર પ્રતિબંધ મુકવામા આવ્યો હતો પરંતુ હજી પણ વાઈરલ લોડ નહીં ઘટતાં આજથી સાત દિવસ માટે કતારગામ અને વરાછા વિસ્તારમાં લારી ગલ્લા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વરાછા એ ઝોનની જુદા જુદા 12 સોસાયટીના 19519 ઘરોમાં રહેતાં 1.28લાખ લોકોને ફરજ્યાત હોમ કોરોન્ટાઈન કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

સુરત મ્યુનિ.ના કતારગામ ઝોનમાં સૌથી વધુ 1522 કોરોના પોઝીટીવ કેસ છે આ ઉપરાંત વરાછા એ અને બી ઝોનમાં પણ કોરોનાના દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

આ વિસ્તારમાં પાનના ગલ્લા પર પ્રતિબંધ મુકવામા આવ્યો હતો પરંતુ ત્યાર બાદ આ વિસ્તારમાં ખાણી પીણીની લારીઓ પર સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતા આજથી કતારગામ અને વરાછાની ખાણી પીણીની લારીઓ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ પ્રતિબંધના અમલનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામં આવશે. આ ઉપરાંત આવિસ્તાર તથા અન્ય વિસ્તારમાં ખાણી પીણીની દુકાનોમાં પણ સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવવામાં આવે તો આકરો દંડ કરવાની સુચના પણ આપી છે.

આ ઉપરાંત વરાછાએ ઝોન  વિસ્તારમાં સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે આજે મ્યુનિ. કમિશ્નર બન્છાનિધિ પાનીએ  એક જાહેરનામું બહાર પાડીને વરાછાની 12 જેટલી સોસાયટીના 19519 ઘરમાં રહેતાં 1.28.623 લોકોને ફરજ્યાત હોમ કોરોન્ટાઈન કરવાનો આદેશ કરાયો છે.

આ હુકમનો અનાદર કરનારા સામે એપેડેમિક એક્ટ હેઠળ પગલાં ભરવામાં આવશે. વરાછા એ ઝોનની આ સોસાયટીના લોકો ફરજ્યાત કોરોન્ટાઈન- મારૂતિ સોસાસાયટી લંબે હનુમાન રોડ, ઈશ્વર કૃપા સોસા. લંબે હનુમાન રોડ, સાગર સોસાયટી કાપોદ્રા, સીતારામ સોસાયટી  પુણાગામ રોડ, રચના સોસાયટી કાપોદ્રા, કમલ પાર્ક સોસાયટી કાપોદ્રા, નંદનવન સોસાયટી પુણા ગામ, અંકુર સોસાયટી વરાછા, જનતા એપાર્ટમન્ટ રચના સર્કલ, યમુનાકુંજ સોસાયટી રચના સ્કુલ, લક્ષ્મી સોસાયટી લંબે હનુમાન રોડ અને સ્વસ્તિક નગર લંબે હનુમાન રોડનો સમાવેશ થાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.