નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (SPG) સુરક્ષા વિશે નવા ફેરફાર કરી રહ્યા છે. જેમને પણ આ સુરક્ષા મળી રહી છે હવે તેમની સાથે વિદેશ પ્રવાસ દરમિયાન પણ એસપીજી જવાન તહેનાત રહેશે. એટલે કે હવે જે પણ વ્યક્તિને આ સુવિધા મળે છે તેમની સાથે એસપીજી જવાન પણ વિદેશ મુલાકાત કરી શકશે. પહેલાં આવો નિયમ નહતો, પરંતુ હવે સરકાર નિયમોમાં ફેરફાર કરી રહી છે. સરકારના આ નિર્ણયને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ગાંધી પરિવારના અન્ય સભ્ય સાથે જોડવામાં આવી રહ્યો છે.
નોંધનીય છે કે, એસપીજી સુરક્ષા દેશમાં વડાપ્રધાન અને પૂર્વ પ્રધાન મંત્રીઓને આપવામાં આવે છે. અત્યારે આ સુવિધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ગાંધી પરિવારને મળે છે. તેમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ સામેલ છે. પહેલા આ સુરક્ષા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પણ આપવામાં આવતી હતી. પરંતુ તાજેતરમાં જ તેમની આ સુવિધા માત્ર Z+ કરી દેવામાં આવી છે.
નોંધનીય છે કે, મહારાષ્ટ્ર ચૂંટણી પહેલાં જ રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે જતા રહ્યા છે. ચર્ચા છે કે તેઓ બેંકોક ગયા છે અથવા કંબોડિયા. પરંતુ તેમના ઓફિશિયલ લોકેશન વિશે કોઈ માહિતી મળી નથી. ભારતીય જનતા પાર્ટી તરફથી આ વિશે ઘણાં સવાલો ઉભા કરવામાં આવ્યા છે કે, રાહુલ ગાંધી ઘણી વખત એવા વિદેશ પ્રવાસે જાય છે જેની દેશને માહિતી નથી હોતી. જ્યારે તેઓ વિપક્ષના સૌથી મોટા નેતા છે. આ પહેલાં પણ રાહુલ ગાંધી ઘણી વખત 50 દિવસની રજાઓ પર જતા રહ્યા હતા. તે સમયે પણ બીજેપીએ આકરા પ્રહાર કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.