ભારતીય સેનાએ ફેસબુક સહિત 89 એપ્સ પર મૂક્યો પ્રતિબંધ

 

ભારતીય સેનાએ 89 એપ પર પ્રતિબંધ મૂક્યો છે અને પોતાના અધિકારીઓ તથા કર્મચારીઓને તાબડતોબ નિર્દેશ આપ્યા છે કે પ્રતિબંધ મૂકાયેલી એપને તરત જ પોતાના સ્માર્ટફોનમાંથી હટાવી દે.

સેનાએ મેસેજિંગ પ્લેટફોર્મ, વેબ બ્રાઉઝર, કન્ટેન્ટ શેરિંગ, ગેમિંગ, વગેરે એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં ફેસબુક, ટિકટોક, ટ્રુકોલર, ઈન્સ્ટાગ્રામ, યુસી બ્રાઉઝર, PUBG વગેરે સામેલ છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ આ કાર્યવાહી પાછળ સૂચનાઓ લીક થવાનું જોખમ ગણાવવામાં આવ્યું છે.

મેસેજિંગ પ્લેટફોર્મ: વીચેટ, ક્યૂક્યૂ, કિક, આઉ વો, નિમ્બઝ, હેલો, ક્યૂ ઝોન, શેર ચેટ, વાઈબર, લાઈન, આઈએમઓ, સ્નો, ટો ટોક, હાઈક,

વીડિયો હોસ્ટિંગ: ટિકટોક, લાઈકી, સમોસા, ક્વાલી,

કન્ટેન્ટ શેરિંગ: શેર ચેટ, ઝેન્ડર, જાપ્યા,

વેબ બ્રાઉઝર: યુસી બ્રાઉઝર, યુસી બ્રાઉઝર મીની વગેરેનો સમાવેશ થાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.