વિવાદમાં આવેલા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આ કંપનીઓ આપી ચુકી છે ડોનેશન

ગાંધી પરિવારના રાજીવ ગાંધી ફાઉન્ડેશનને લઈને શરુ થયેલા વિવાદ બાદ ફાઉન્ડેશનને મળતા ડોનેશન અને બીજી બાબતોની તપાસ કરવા માટે કેન્દ્ર સરકારે એક તપાસ કમિટી બનાવી છે.

જેને લઈને રાજકીય મોરચે હલચલ મચેલી છે. બીજી તરફ એક ન્યૂઝ ચેનલે આ ફાઉન્ડેશનને ડોનેશન આપનારાનુ લિસ્ટ જાહેર કર્યુ છે.

આ લિસ્ટમાં સંખ્યાબંધ કંપનીઓના નામ છે. જેમ કે,

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ,

સતલજ ટેક્સાઈટલ લિમિટેડ,

ઈન્ડિયન મેલ્ટિંગ એન્ડ રિફાઈનિંગ કંપની,

ટીવીએસ મોટર,

યુનિટેક વાયરલેસ,

જીવીકે ઈન્ડસ્ટ્રીઝ,

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,

નેશનલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ મિશન,

ઓએનજીસી જેવી કંપનીઓ ડોનેશન આપી ચુકી છે.

ભાજપે તો એવો પણ આરોપ લગાવ્યો છે કે, ભાગેડુ મેહુલ ચોક્સીએ પણ મોટી રકમ ફાઉન્ડેશનને આપી હતી. જોકે આ રકમ કેટલી હતી તે ખબર પડી નથી.

ચીનના દૂતાવાસ દ્વારા પણ ભૂતકાળમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ડોનેશન અપાયુ હતુ તેવી વિગતો સપાટી પર આવ્યા બાદ ફાઉન્ડેશન ચર્ચામાં આવ્યુ હતુ.

કોંગ્રેસે કેન્દ્ર સરકાર દ્વારા તપાસના આદેશને કાવતરુ ગણાવીને કહ્યુ છે કે, સરકાર દ્વારા ધમકાવવાના અને દબાવવાના પ્રયાસોને કોંગ્રેસ પાર્ટી વશ નહી થાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.