કેન્દ્ર સરકારે નવા વેતન કાયદાનો સપ્ટેમ્બરથી અમલ શરૂ કરે તેવી શક્યતા

– દેશના 50 કરોડ કામદારોને લાભ થશે

– ગયા વર્ષે ઓગસ્ટમાં કાયદાને સંસદની મંજૂરી મળી ગઇ હતી : નવો કાયદો ચાર જૂના શ્રમ કાયદાઓનું સ્થાન લેશે

 

કેન્દ્ર સરકાર ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં કોડ ઓન વેજિસ, 2019નો અમલ શરૂ કરી દે તેવી શક્યતા છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયે સાત જુલાઇએ પ્રકાશિત થયેલા સત્તાવાર ગેઝેટમાં આ નવા નિયમોની રૂપરેખા રજૂ કરી છે. 43 દિવસ સુધી આ નિયમો અંગે સૂચનો મોકલી શકાશે અને ત્યારબાદ આ નિયમોને અમલમાં મૂકાશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં આ બિલને સંસદની મંજૂરી મળી ગઇ હતી.

આ નવા વેતન સંહિતાથી દેશના 50 કરોડ કામદારોને લાભ થશે. નવા કોડમાં પગાર, બોનસ અને તેની સંકળાયેલી બાબતોમાં સુધારો કરવામાં આવ્યો છે. આ નવા કોડમાં ચાર શ્રમ કાયદાઓ મિનિમમ વેજિસ એક્ટ, પેમેન્ટ ઓફ વેજિસ એક્ટ, પેમેન્ટ ઓફ બોનસ એક્ટ અને ઇકવલ રેમ્યુનરેશન એક્ટને આવરી લેવામાં આવ્યા છે.

આ નવા કાયદામાં કર્મચારીઓને ગેરંટેડ લઘુતમ પગાર સમયસર ચૂકવવાની જોગવાઇ સામેલ છે. પગાર ચૂકવણીમાં થતા વિલેબની સમસ્યા દૂર કરવા માટે આ જોગવાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જોગવાઇ મુજબ પુરૂષ અને મહિલાઓના પગારમાં કોઇ ભેદભાવ ચલાવી લેવામાં આવશે નહીં.

કોડ ઓન વેજિસમાં શ્રમની વ્યાખ્યા સરળ બનાવવામાં આવી છે. જો કે આ નવા કાયદામાં કામના કલાકોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. અગાઉ મુજબ કામના કલાકો આઠ જ રાખવામાં આવ્યા છે. અનાજ, કપડા, મકાન અને અન્ય માપદંડોને આદારે લઘુતમ જીવન સ્તરને આધારે લઘુતમ વેતનની રકમ નક્કી કરવામાં આવશે. જેના કારણે દેશના 50 કરોડ કામદારોને લાભ થશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.