કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે, હતું અને રહેશેઃ વર્ચ્યુઅલ કાઉન્ટર ટેરરિઝમ વીકમાં સિંઘવી

પાકિસ્તાનની કૂટનીતિ અને સરહદ પર રાજ્ય પ્રાયોજિત આતંકવાદ છતાં કાશ્મીરના લોકોએ ભારતીય લોકશાહીમાં વિશ્વાસ જાળવ્યોઃ સિંઘવી

આતંકવાદને પ્રોત્સાહન આપવાને લઈ હંમેશા આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને નીચાજોણું થતું આવ્યું છે. ત્યારે ફરી એક વખત ભારતે પાકિસ્તાનને કાશ્મીર મામલે ષડયંત્રો બંધ કરવા ધમકી આપી છે. વિદેશ મંત્રાલયમાં કાઉન્ટર ટેરરિઝમના સંયુક્ત સચિવ મહાવીર સિંઘવીએ ફરી એક વખત જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે, હતો અને રહેશે તેવો પુનરૂચ્ચાર કર્યો છે. તેમણે UNOCT વર્ચ્યુઅલ કાઉન્ટર ટેરરિઝમ વીક દરમિયાન પોતાના સંબોધનમાં આ વાત કહી હતી.

સિંઘવીએ કહ્યું હતું કે, ‘જમ્મુ અને કાશ્મીર ભારતનું એક અભિન્ન અંગ બનેલા છે અને હંમેશા રહેશે. પાકિસ્તાને પોતાના ષડયંત્રો પર પૂર્ણવિરામ મુકવું જોઈએ. પાકિસ્તાન જે દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે તે હકીકતે રાજ્ય દ્વારા પ્રાયોજિત સરહદ પારનો આતંકવાદ છે.’

કાશ્મીરના લોકોએ હંમેશા વિશ્વાસ રાખ્યો

સિંઘવીએ જણાવ્યું કે, ‘કાશ્મીરના લોકોએ પાકિસ્તાન દ્વારા જે કૂટનીતિવાળું યુદ્ધ કરવામાં આવે છે અને સરહદ પર રાજ્ય પ્રાયોજિત આતંકવાદ ફેલાવવામાં આવે છે તેમ છતાં ભારતીય લોકશાહીમાં પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. ભારતે હંમેશા આ વાત દોહરાવી છે.’

પાકિસ્તાન પર નિશાન

વિદેશ મંત્રાલયમાં કાઉન્ટર ટેરરિઝમના સંયુક્ત સચિવે જણાવ્યું કે, ‘ભારત સહિત સમગ્ર વિશ્વમાં માનવાધિકારોને પ્રોત્સાહન આપવા કામ થઈ રહ્યું છે. આતંકવાદ વિરૂદ્ધ આકરૂં વલણ અપનાવાયું છે અને સક્રિય પગલા ભરવામાં આવ્યા છે પરંતુ પાકિસ્તાને આતંકવાદને મુખ્ય ધારામાં રાખ્યું છે.’

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.