હીરા બજાર અને ઉદ્યોગ માટે નવી ગાઇડલાઇન અનુકૂળ નહીં હોવાની ગઈકાલે કરવામાં આવેલી રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી નથી. બજારનો સમય અનુકૂળ નહીં હોવાથી સવારે 9 થી સાંજે 6 સુધી ખોલવામાં આવે એવી વેપારીઓની માંગ હતી. નવી ગાઇડલાઇન પ્રમાણે આજથી હીરા બજાર શરૂ થવા જઈ રહ્યું છે.
હીરા ઉદ્યોગમાં કોરોના સંક્રમણના કેસો વધી ગયા પછી પ્રશાસન દ્વારા હીરા બજાર અને ઉદ્યોગ માટે એક અઠવાડિયા માટે ક્લસ્ટરનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. જેને બાદમાં તા. 9મી સુધી લંબાવવામાં આવ્યો હતો આજથી ત્રણેય હીરા બજાર બપોરના 2 વાગ્યાથી શરૂ થવા જઈ રહ્યા છે.
જોકે, જે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે, તે હીરા બજાર માટે કોઈપણ રીતે અનુકૂળ નહીં હોવાથી બજાર સવારના 9 થી સાંજના 6 વાગ્યા સુધી ખોલવામાં આવે એવી રજૂઆત હીરાબજારના વેપારીઓ અને દલાલો વતી પ્રશાસન સમક્ષ ગતરોજ કરવામાં આવી હતી. પરંતુ એ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.