કોરોના સંક્રમણને લઈને કાપડ બજારનાં વેપારીઓમાં ભારે ડરનો માહોલ હોવાથી, કામકાજ ચાલુ રાખવું કે બંધ કરવું તે બાબતે નિર્ણય કરવા વેપારીઓની એક તાકીદની મીટિંગ આજે બપોરે બોલાવવામાં આવી છે. કાપડબજારની જે સ્થિતિ ઉભી થઇ છે, તે બાબતે આગળ શું કરવું તે આ મિટિંગમાં નક્કી કરાશે.
સુરત ટેક્સટાઇલ માર્કેટના બોર્ડ રૂમમાં મળી રહેલી મિટિંગમાં વેપારીઓને પોતાનો અભિપ્રાય આપવાનું જણાવવામાં આવ્યું છે. આમ તો, કાપડ બજારના વેપારીઓએ સ્વૈચ્છિક બંધનો અમલ શરૂ કરી દીધો છે. સરકારની જે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે, તે મુજબ અમલ ખૂબ જ અઘરો હોવાથી દુકાન ખુલ્લી રાખીને કામકાજ થઈ શકે એમ નથી. તેથી માર્કેટ બંધ કરી દેવી એ વધુ હિતાવહ હોવાની ચર્ચાઓ છે.
લોક ડાઉન પિરિયડમાં કાપડ માર્કેટ આશરે અઢી મહિના સંપૂર્ણપણે બંધ રહી હતી અને બાદમાં છૂટછાટ સાથે શરૂ કરવામાં આવી. પરંતુ ત્યાર પછી પણ કામકાજ નહિવત જેવા હોવાને કારણે માર્કેટ ચાલુ રાખવી કે બંધ એની ચર્ચા સતત છેલ્લાં મહીના સવા મહિનાથી થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.