બોગસ પાયલોટોથી ભરપૂર પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ(PIA)ની ચાર્ટર્ડ ફ્લાઈટો પર અમેરિકાએ પણ પ્રતિબંધ મુકી દીધો છે.
અમેરિકાના પરિવહન વિભાગનુ કહેવુ છે કે, પાયલોટોના સર્ટિફિકેશનને લઈન ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને વ્યક્ત કરેલી ચિંતાઓ બાદ અમેરિકાએ આ નિર્ણય લીધો છે.
પાકિસ્તાને ગયા મહિને જ કબૂલાત કરી હતી કે, પાકિસ્તાની એરલાઈન્સના લગભગ ત્રીજા ભાગના પાયલોટ એવા છે જેમણે બોગસ રીતે લાઈસન્સ લીધુ છે.પાકિસ્તાનની કબૂલાત બાદ દુનિયાના મોટાભાગના દેશો ચોંકી ઉઠ્યા હતા.એ પછી સંખ્યાબંધ દેશોએ પાકિસ્તાની પાયલોટો દ્વારા વિમાન ચલાવવા પર રોક લગાવી દીધી હતી.વિયેટનામ તેમજ યુરોપ અને બીજા મુસ્લિમ દેશોએ પાકિસ્તાની પાયલોટોને બેન કરી દીધા હતા.
જેમ કે યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સીએ પણ PIAના ઓથરાઈઝેશનને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દીધુ છે.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટમાં કહેવાયુ છે કે, PIA દ્વારા અમેરિકાએ મુકેલા બેનનુ સમર્થન કરાયુ છે અને તે આ સ્થિતિને સુધારવા માટે કામ કરશે.
મે મહિનામાં પાકિસ્તાની એરલાઈન્સનુ પ્લેન ક્રેશ થતા 97 લોકોના મોત થયા હતા.એ પછી ઘટસ્ફોટ થયો હતો કે, PIAના ઘણા પાયલોટોના લાયસન્સ બોગસ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.