મહારાષ્ટ્ર: પુણેમાં 13 થી 23 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન, થાણેમાં પણ 19 જુલાઈ સુધી વધારવામાં આવ્યું

મહારાષ્ટ્ર: પુણેમાં 13 થી 23 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન, થાણેમાં પણ 19 જુલાઈ સુધી વધારવામાં આવ્યું

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસો ઝડપથી વધી રહ્યાં છે. કોરોના સંક્રમણને જોતા પુણેમાં 13 જુલાઈ થી 23 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરતા કરવામાં આવી છે. આ સાથે જ મહારાષ્ટ્રના થાણેમાં સંપૂર્ણ લોકડાઉન 19 જુલાઈ સુધી વધારી દેવામાં આવ્યું છે.

પુણેના ડિવિઝનલ કમિશ્નર દીપક મ્હૈસેકરે કહ્યું કે, 13 જુલાઈથી 23 જુલાઈ સુધી પુણે, પિંપરી-ચિંચવાડ અને ગ્રામ્ય પુણેના કેટલાંક ભાગો માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. માત્ર આવશ્યક વસ્તુઓ અને સેવાઓની જ દુકાનો ખુલી રહેશે.

જ્યારે પુણેના કલેક્ટરે જણાવ્યું કે, પુણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 22 ગામોની ઓળખ કરવામાં આવી છે જ્યાં લોકડાઉન લાગૂ કરી દેવામાં આવશે. પુણે અને પિંપરી-ચિંચવાડ ક્ષેત્ર સિવાય આ ગામોને કંટેન્ટમેન્ટ ઝોનને તેમાં સામેલ કરવામાં આવશે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે, તમે ઈંગ્લેન્ડનું ઉદાહરણ લો, ઈંગ્લેન્ડમાં પણ ફરીવાર લોકડાઉન લગાવવામાં આવ્યું. તેમણે કહ્યું કે, જ્યારે લોકો નિયમોનું પાલન નથી કરતા તો આ પ્રકારના નિર્ણય લેવામાં આવે છે. અમે થાણેમાં પણ લોકડાઉનને લાગુ કરવામાં આવ્યા છે. જ્યારે કેટલીક જગ્યાએ કેસો વધી રહ્યાં છે તો આ પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ

ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્ર કોરોનાની સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. ગુરુવાર સુધીમાં અહીં 2 લાખથી વધારે સંક્રમિતો સામે આવ્યા છે. અહીં 2 લાખ 23 હજાર કેસ સામે આવ્યા. જ્યારે મુંબઈમાં કુલ સંખ્યા 88,795 થઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 5129 થઈ  છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.