પુણે શહેર સાથે જ પિંપરી-ચિંચવડમાં પણ ફરીથી લોકડાઉન જાહેર
પુણે શહેર અને આસપાસના વિસ્તારમાં કોરોનાગ્રસોતની સંખ્યામાં સત વધારો થઇ રહ્યો છે. આ વાતને ધ્યાનમાં રાખી પુણે જિલ્લાના પાલકપ્રધાન અને મહારાષ્ટ્રના ઉપમુખ્યપ્રધાન અજીત પવારના આદેશ મુજબ પુણે શહેર અને પિંપરી -ચિંચવડમાં ફરીથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉન ૧૩ જુલાઇથી ૨૩ જુલાઇ સુધી લાગુ રહેશે તેવું જાહેર થયા બાદ પુણે શહેર વેપારી સંઘે લોકડાઉનનો વિરોધ કર્યો છે.
પુણે શહેરમાં જો ફરીથી લોકડાઉન જાહેર કરવામાં આવશે તો રોષ ફાટી નિકળશે તેવું વેપારી સંઘના અધ્યક્ષ ફત્તેચંદ રાંકાનું કહેવું છે. પુણે વેપારી સંઘમાં ૪૦ હજાર દુકાનદારો સદસ્ય છે. રાંકાનું કહેવું છે કે અઠવાડિયાના સાતેય દિવસ દુકાનોને સવારે ૯થી સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવવી જોઇએ. વેપારી સંઘના આવા જોરદાર વિરોદ પછી પ્રશાસન કઇ ભૂમિકા અપનાવે છે તે મહત્ત્વનું બની રહેશે.
પુણે શહેર અને જિલ્લામાં કોરોનાગ્રસ્તોની સંખ્યા સતત વધી રહી છે ફકત પુણે શહેરમાં આ આંકડો ૨૫ હજાર ઉપર અને સમગ્ર પુણે જિલ્લામાં આ આંકડો ૩૪૯૯ને આંબી ગયો છે.
સોમવારની મધરાતથી લોકડાઉનની અમલ બજાવણી શરૂ થશે અને ફકત અત્યાવશ્યક સેવા જ શરૂ રહેશે તેવી જાહેરાત વિભાગીય કમિશ્નર દિપક મ્હેસકરે કરતા લોકો જીવનજરૂરી વસ્તુની ખરીદી કરવા મોટી સંખ્યામાં બહાર નિકળ્યા હતા. પુણેની દારૂની દુકાનો બહાર પણ મોટી લાઇને લાગી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.