આ રાજ્યમાં લોકડાઉનની નવી ફોર્મ્યુલા, સપ્તાહમાં બે દિવસ બંધ રહેશે બજારો

દેશમાં કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે હવે યુપી સરકારે લોકડાઉન માટે નવી ફોર્મ્યુલાનો અમલ કરવાનુ નક્કી કર્યુ છે.

સરકારે જાહેરાત કરી છે કે, હવે સપ્તાહમાં પાંચ જ દિવસ બજારો ખુલ્લા રહેશે. સોમવારથી શુક્રવાર સુધી બજારો ખુલ્લા રહેશે અને શનિવાર તેમજ રવિવારે બજારો બંધ રાખવામાં આવશે. આ બે દિવસ દરમિયાન દરેકે પોતાની દુકાનો કે ઓફિસ કે વેપાર ધંધાના સ્થળનુ સેનિટાઈઝેશન કરવાનુ રહેશે.

આ પહેલા યોગી સરકારે શુક્રવારથી સોમવાર સુધી 55 કલાકનુ લોકડાઉન તો લાગુ કરેલુ જ છે.એ પછી સપ્તાહમાં બે દિવસ લોકડાઉન રહેશે. જોકે આ બે દિવસ દરમિયાન જરુરી સેવાઓને ચાલુ રાખવાની છુટ અપાઈ છે.

કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે બોલાવાયેલી બેઠકમાં આ વાત પર સંમતિ સધાઈ હતી. કારણકે યુપીમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે.

યુપીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 35000ને પાર પહોંચી છે અને છેલ્લા 24 કલાકમાં 1400 જેટલા નવા કેસ સામે આવ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.