ઘોડા તબેલા છોડીને જતા રહેશે પછી જાગીશું? સિબ્બલે કોંગ્રેસની સ્થિતિ અંગે વ્યક્ત કરી ચિંતા

રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક કલહના પગલે કોંગ્રેસની સરકાર પર જોખમ ઉભુ થયુ છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે પણ કોંગ્રેસની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

સિબ્બલે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, પાર્ટી માટે મને ચિંતા થાય છે..શું આપણે ઘોડા તબેલા છોડીને જતા રહેશે પછી જાગીશું.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોટે ભાજપ પર સરકાર ઉથલાવવાના પ્રયાસો કરવાનો આરોપ મુક્યો છે અને બીજી તરફ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ 10 મંત્રીઓ સાથે દિલ્હી પહોંચી ગયા છે તેવા સંજોગોમાં સિબ્બલનુ ટ્વિટ પાર્ટીમાં આંતરિક ઘમાસાણ ગંભીર છે તેવો સંકેત આપી રહ્યુ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.