– રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર પાંચ વર્ષ પૂરા કરશે : મુખ્યમંત્રી
– રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ગૂ્રપે કોંગ્રેસ સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરનારા બે લોકોની અટકાયત કરી
રાજસૃથાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે વિપક્ષ ભાજપ પર રૂપિયાના જોરે તેમની સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, તેમણે કહ્યું હતું કે તેઓ ભાજપનો આ પ્રયાસ સફળ થવા નહીં દે. રાજસૃથાનમાં તેમની કોંગ્રેસ સરકાર માત્ર સિૃથર જ નથી, પરંતુ પાંચ વર્ષનો કાર્યકાળ પણ પૂરો કરશે તેમ ગેહલોતે જણાવ્યું હતું.
અશોક ગેહલોતે શનિવારે એક પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજસૃથાનમાં તેમને કે લોકતાંત્રિક માર્ગે ચૂંટાયેલી તેમની સરકારને ‘સહન’ કરી શકતા નથી. તેથી તેમણે રાજસૃથાનમાં કોંગ્રેસ સરકાર ઉથલાવવાનું કાવતરૂં ઘડયું હતું. તેમણે સરકાર ઉથલાવવા
કાવતરૂં ઘડયું હતું. તેમણે સરકાર ઉથલાવવા ધારાસભ્યોને રૂ. 25 કરોડની ઓફર કરી હતી.
મુખ્યમંત્રી ગેહલોતે દાવો કર્યો હતો કે, કેન્દ્રીય નેતાગીરી વતી ભાજપના સૃથાનિક નેતાઓ રમત રમી રહ્યા છે. તેમણે મારી સરકારને ઉથલાવવા માટે ધારાસભ્યોને એડવાન્સમાં રૂ. 10 કરોડ અને સરકાર ગબડી પડયા પછી રૂ. 15 કરોડની ઓફર કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે ભાજપના નેતાઓએ લોકશાહીની હત્યા કરી છે અને તેઓ રાજકારણને ઘેટાં-બકરાંનું બજાર ‘બકરામંડી’ બનાવી દેવા માગે છે.
ભાજપ પર હુમલો કરતાં મુખ્યમંત્રીએ વિપક્ષના નેતા ગુલાબ ચંદ કટારિયા, વિપક્ષના નાયબ નેતા રાજેન્દ્ર રાઠોડ અને ભાજપના રાજસૃથાન એકમના પ્રમુખ પૂનિયાના નામ લઈને ફરિયાદ કરી હતી અને દાવો કર્યો હતો કે આ સૃથાનિક નેતાઓ ભાજપના કેન્દ્રીય નેતૃત્વના એજન્ડાને અનુસરી રહ્યા છે.
જોકે, ગેહલોતે તેમની સરકાર પર કોઈપણ કટોકટી હોવાનો ઈનકાર કરતાં જણાવ્યું હતું કે તેમની સરકાર સિૃથર છે અને તેમણે આગામી વિધાનસભા ચૂંટણી જીતવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ ગયા મહિને રાજ્યસભાની ચૂંટણી પહેલાં પણ ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ વખતે પ્રયાસો વધુ મોટા અને વધુ ગંભીર હતા. રાજ્યમાં સરકારનું ધ્યાન સંપૂર્ણપણે કોરોના મહામારી સામે લડવા પર હોવું જોઈએ ત્યારે અમારે હવે સરકાર બચાવવા માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
ભાજપનું આ પ્રકારનું કૃત્ય શરમજનક છે. તેમણે ગોવા, મણિપુર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મધ્ય પ્રદેશના ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે, ભાજપ રાજસૃથાનમાં પણ આ જ રમત રમી રહ્યું છે. તેમણે મહાત્મા ગાંધીના ગુજરાતમાં પણ ભાજપે હોર્સ ટ્રેડિંગ કર્યું હોવાનો દાવો કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.