કોંગ્રેસમાં પ્રતિભા અને ક્ષમતાની કોઈ કદર નથી: જ્યોતિરાદિત્ય સિંધિયા

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકિય ઉથલપાથલને લઈને ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરીની કહ્યું કે મારા પૂર્વ સહયોગી સચિન પાયલટને પણ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા સાઈડલાઈન કરવામાં આવ્યા છે. તે જોવા મળી રહ્યું છે કે, કોંગ્રેસમાં પ્રતિભા અને ક્ષમતાની કદર ખુબ ઓછી છે.

ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચે વધી રહેલા મતભેદોની ચર્ચા વચ્ચે મુખ્યમંત્રીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવા માટે રવિવારે રાજ્યના ઘણાં મંત્રીઓ અને ધારાસભ્યોએ  મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચી મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી.

જ્યારે બીજી તરફ સુત્રો પાસેથી એવી પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે, સચિન પાયલટ દિલ્હીમાં છે અને તેઓ ભાજપના નેતાઓના સંપર્કમાં છે. સચિન પાયલટનો દાવો છે કે, તેની પાસે 16 કોંગ્રેસ અને 3 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.