અમદાવાદ. રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર તેમજ પોલીસ તંત્ર દ્વારા વારંવાર કહેવા છતા હજુ પણ ઘણા લોકો બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરતા નથી. જેના કારણે લોકલ સંક્રમણ વધવાનો ખતરો વધી જાય છે. જેને જોતા હવે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશને સરકારને માસ્ક ન પહેરવા પર લેવામાં આવતા દંડમાં વધારો કરવાની અપીલ કરી છે. સમગ્ર દેશમાં માસ્ક ન પહેરવા પર સૌથી ઓછો 200 રૂપિયા દંડ
ગુજરાતમાં વસૂલાય છે. અમદાવાદમાં દર મિનિટે અંદાજે 100થી વધુ લોકો દંડ ભરે છે.
લોકોને નિયમનું યોગ્ય પાલન કરાવવા દંડની રકમ વધી શકે છે
લોકો નિયયનું યોગ્ય રીતે પાલન કરે ત્યારે જ કોરોના જેવા વાઈરસને હરાવી શકાય છે. તે માટે સરકારે જાહેરમાં માસ્ક ન પહેવા તેમજ થૂંકવા પર 200 રૂપિયાના દંડની જાહેરાત કરી હતી. તેમ છતા હજુ પણ ઘણા એવા લોકો છે જે માસ્ક પહેર્યા વગર જ બહાર ફરતા જોવા મળે છે. સાથે
પોલીસ દ્વારા રોકવામાં આવતા તેમની સાથે દલીલો કરતા નજરે ચઢે છે. ત્યારે હવે લોકોને નિયમનું યોગ્ય પાલન કરાવવા માટે દંડની રકમને 200 રૂપિયાની જગ્યા પર 1,000થી 10,000 વધે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.
દિલ્હી, ઓડિશા તેમજ પંજાબમાં 500થી 1000 રૂપિયા સુધીનો દંડ વસૂલાય છે
હાલમાં સમગ્ર દેશમાં માસ્ક ન પહેવા પરના દંડની રકમ સૌથી ઓછી ગુજરાતમાં લેવામાં આવે છે. જેની સાથે તામિલનાડુમાં સૌથી વધુ 10,000 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે. ત્યારબાદ બીજા નંબર પર મહારાષ્ટ્રમાં 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. દિલ્હી, ઓડિશા તેમજ પંજાબમાં પણ 500થી 1000 રૂપિયા સુધીનો દંડ વેલાવામાં આવે છે. ત્યારે હવે ગુજરાતમાં પણ દંડની રકમમાં વધારો થાય તેવી શક્યતા છે. દંડ વધારવા માટે અમદાવાદના AHNA તેમજ આઈએએસ અધિકારીઓની મિટિંગમાં પણ ચર્ચા કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.