સુરતઃ બારડોલી રામ વાડી ખાતે જે.એસ.બી પાર્કમાં સ્વર્ણિમ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. શક્તિની ઉપાસના કરતા રાજપૂત સમાજની રાજપૂત કરણી સેના દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું . રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા માતાજીની આરતીમાં તલવાર મહાઆરતી અને તલવારબાજીનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લાના રાજપૂત સમાજના ગામોમાંથી યુવક યુવતીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
રાજપૂત કરણી સેનાના કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ ગામોમાંથી અભ્યાસ કરતા રાજપૂત સમાજની યુવતીઓ, નાના બાળકો અને યુવકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઘણાં દિવસોથી મહેનત કરીને તલવારબાજીના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નવરાત્રિમાં અને ખાસ કરીને સુરત જિલ્લામાં બીજી વાર આ પ્રકારનું આયોજન રાજપૂત સમાજની કરણી સેના દ્વારા નવરાત્રિ પર્વમાં કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોએ માતાજીના સ્થાનક પાસે તલવારબાજીથી કરેલા કરતબ લોકોને મુગ્ધ કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.