સેનાનાં વડા એમએમ નરવણેએ સોમવારે જમ્મુમાં પાકિસ્તાન સરહદે તૈનાત જવાનોની ઓપરેશનલ તૈયારીઓનું નિરિક્ષણ કર્યું, આ દરમિયાન તેમણે પાડોશી દેશ પાકિસ્તાનને ઘુશણખોરીનાં પ્રયાસો અને સંઘર્ષવિરામને લઇને ચેતવ્યું અને ઝિરો ટોલરન્સની નિતીનો પુનરોચ્ચાર કર્યો, આ દરમિયાન ઉચ્ચ સૈન્ય અધિકારીઓએ તેમને સરહદની સ્થિતી માહિતી આપી.
સેનાનાં વડાએ પાકિસ્તાનનાં પ્રોક્સિ વોર વિરૂધ્ધની તૈયારીઓ અંગે કહ્યું, કરકાર અને સર્વિસસની તમામ એજન્સિઓ દુશ્મનનાં પ્રોક્સિ વોરને નિષ્ફળ બનાવવા માટે એક સાથે મળીને કામ કરી રહી છે અને કરતી રહેશે.
તેમણે દેશનાં દુશ્મનો દ્વારા કોઇ દુશસાહસનો જડબાતોડ જવાબ આપવા અને કોઇ પણ સ્થિતી સામે પહોંચી વળવા માટે સેનાની ક્ષમતા પર સંપુ્ર્ણ ભરોસો વ્યક્ત કર્યો.
સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું કે સેનાનાં વડાએ જમ્મુ-પઠાનકોટ વિસ્તારમાં આંતરરાંષ્ટ્રિય સરહદનાં અગ્રિમ વિસ્તારોની પણ મુલાકાત લીધી, તેમણે રાઇઝિંગ સ્ટાર હેઠળ કોર્પ્સ હેઠળ આવનારા કઠુઆ,સામ્બા, જમ્મુ અને પઠાણકોટમાં સુરક્ષાની સ્થિતીની સમીક્ષા કરી.
જમ્મુ પહોંચચા જ વેસ્ટર્ન કમાન્ડનાં જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લે. જનરલ આરપી સિંહ, રાઇઝીંગ સ્ટાર કોર્પ્સનાં જીઓસી લે. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, મેજર જનરલ વાય બી નાયર, ટાઇગર ડિવિઝનલનાં જીઓસી મેજર જનરલ બી બી નાયર અને એર ફોર્સ સ્ટેશન જમ્મુનાં એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર એ એસ પઠાનિયાએ સેના પ્રમુખનું સ્વાગત કર્યું
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.