ઉમેદવારોની પસંદગીના મુદ્દે આગામી સપ્તાહે કોંગ્રેસની બેઠક

– ગુજરાતમાં નિરીક્ષકોએ રિપોર્ટ સોંપ્યો

– પક્ષપલટુઓને હરાવવા સ્ટ્રેટેજી ઘડાશે : આઠેય બેઠકોમાં સ્થાનિક નેતાઓને ચૂંટણી કામે લગાડાયા

પેટાચૂંટણી જાહેર થાય તે પહેલાં ભાજપ-કોંગ્રેસ ચૂંટણીના કામે પરોવાયાં છે.આઠ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસના નિરીક્ષકોએ સૃથાનિક આગેવાનો સાથે રાજકીય મસલતો કરીને પરિસિૃથતીનો અંદાજ મેળવી લીધો છે.

એટલું જ નહીં, આઠેય બેઠકોના નિરીક્ષકોએ પ્રદેશ નેતાગીરીને રિપોર્ટ સુધૃધાં સુપરત કરી દીધો છે. હવે પેટાચૂંટણીની ચર્ચા કરવા આગામી સપ્તાહમાં કોંગ્રેસના પ્રદેશના નેતાઓની બેઠક મળશે.

રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષપલટો કરતાં ડાંગ, લિંબડી , ગઢડા, કપરાડા , કરજણ , મોરબી , ધારી અને અબડાસા બેઠક ખાલી પડી છે. આ તમામ બેઠકો પર પેટાચૂંટણી યોજાનારી છે જેના પગલે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

કોંગ્રેસના બે નિરીક્ષકોએ બેઠક દીઠ મુલાકાત લઇને સૃથાનિક આગેવાનોનો મત જાણ્યો છે.આ ઉપરાંત કોને ટિકીટ આપવી, જે તે બેઠક પર સામાજીક-રાજ્કીય પરિસિૃથતી શું છે , પક્ષપલટુ ધારાસભ્ય વિરૂધૃધ કેવો માહોલ છે.આ બધીય બાબતો પર અભિપ્રાય લેવાયો છે.નિરીક્ષકોએ તમામ મુદ્દાઓની જાણકારી સાથેનો એક અહેવાલ પ્રદેશ નેતાગીરીને સુપરત કર્યો છે.

હવે નિરીક્ષકોના અહેવાલ આધારે ઉમેદવારની પસંદગીથી માંડીને  ચૂંટણીની સ્ટ્રેટેજી ઘડવામાં આવનાર છે. સૂત્રોના મતે, આગામી સપ્તાહે પ્રદેશ કોંગ્રેસના નેતાઓની એક બેઠક મળનાર છે.

આ બેઠકમાં પેટાચૂંટણીમાં પક્ષપલટુઓને હરાવવાના લક્ષ્ય સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે,ગત પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોર-ધવલસિંહ ઝાલાને હરાવી કોંગ્રેસે સારો દેખાવ કર્યો હતો. આ વખતે પણ કોંગ્રેસના નેતાઓ આશા રાખી રહ્યાં છેકે, પેટાચૂંટણીમાં મતદારો પક્ષપલટુઓને ઘરભેગા કરશે.

જોકે, કોરોનાની મહામારી વચ્ચે જાહેરસભા-રેલી વિના પ્રચાર કરવો અઘરો બન્યો છે ત્યારે મતદારોને કેવી રીતે રિઝવવા એ યક્ષપ્રશ્ન છે. આ સંજોગોમાં ઓછુ મતદાન થાય તેવી ભીતિએ પણ કોગ્રેસની ઉંઘ ઉડાડી છે ત્યારે મતદારોને મતદાન મથક સુધી ખેચી લાવવા એ અંગે પણ સ્ટ્રેટેજી ઘડવા તૈયારીઓ કરાઇ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.