દેશમાં ફરીથી આવી રહ્યું છે લોકડાઉન, આજથી આ શહેરોમાં લાગુ થશે પ્રતિબંધ

લોકોનો સાચો બચાવ તેઓ સાવધાની રાખશે, માસ્કનો ઉપયોગ કરશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે તો જ થઈ શકશે

દેશમાં કોરોનાના કેસનો આંકડો નવ લાખ સુધી પહોંચી ગયો છે અને ફરી એક વખત લોકડાઉનનો તબક્કો પાછો આવશે તેવું જણાઈ રહ્યું છે. દેશના અનેક શહેરોમાં આજથી લોકડાઉન લાગુ થઈ રહ્યું છે અને આ કડક અમલાવરીથી સ્પષ્ટ થાય છે કે જિંદગીની ગતિને રોકવી જ કોરોનાને કાબુમાં લેવાનો એકમાત્ર રસ્તો છે.

હકીકતે દરરોજ નવા નવા રેકોર્ડ સ્થાપી રહેલા કોરોનાના આંકડા હવે ડરામણા લાગે છે. આજે કુલ કેસની સંખ્યા નવ લાખના આંકડાને પાર કરી ગઈ છે. આઈએમએના અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં 93 ડોક્ટર્સે કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ તરફ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અહેવાલ પ્રમાણે સ્થિતિ હજુ વધારે ખરાબ થવાની છે.

આ સંજોગોમાં એ સવાલ જરૂર થઈ રહ્યો છે કે શું અનલોકના કારણે સ્થિતિ બગડી રહી છે? શું ફરીથી કડક અમલાવરીની જરૂર પડવા લાગી છે? અનેક રાજ્યોએ મંગળવારે ફરીથી લોકડાઉન લાગુ કરવા નિર્ણય લીધો છે જેનાથી સ્પષ્ટ થાય છે કે અનલોકની છૂટના કારણે જ કોરોનાને પગ પ્રસરાવવામાં મદદ મળી રહી છે.

ગ્વાલિયરમાં એક સપ્તાહ માટેનું લોકડાઉન

કોરોનાને કાબુમાં લેવા માટે ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરતમાં સરકારી બસોને ફરીથી બંધ કરી દેવામાં આવી છે. ગ્વાલિયરમાં એક દિવસ 191 કેસ આવ્યા તો આજે સાંજે સાત વાગ્યાથી એક સપ્તાહ માટેનું સંપૂર્ણ લોકડાઉન લાગુ થઈ રહ્યું છે. તેમાં બિલકુલ કરફ્યુની માફક જ નિયમોનું કડકાઈથી પાલન થશે.

આજથી બેંગલુરૂ, પુણેમાં પણ લોકડાઉન

આજ રાતથી બેંગલુરૂ સહિત સમગ્ર દક્ષિણ કર્ણાટકમાં એક સપ્તાહનું લોકડાઉન લાગુ કરવામાં આવશે. મહારાષ્ટ્રના પુણે અને પિંપરી ચિંચવાડમાં આજ રાતથી 10 દિવસનું લોકડાઉન લાગુ

લાગુ થઈ રહ્યું છે. પુણેમાં 14 જુલાઈથી 23 જુલાઈ સુધી લોકડાઉન લાગુ રહેશે. જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લાગુ કરી દેવાયું છે.

વારાણસીમાં સાંજે પાંચ કલાકથી લોકડાઉન

આ તરફ ઉત્તર પ્રદેશમાં દર શનિવાર અને રવિવારે લોકડાઉન લાગુ રહેશે. વારાણસીમાં પાંચ દિવસ (સોમથી શુક્ર) અડધા દિવસનું લોકડાઉન લાગુ કરી દેવાયું છે. તમામ પ્રતિબંધો સાંજે ચાર વાગ્યા બાદ લાગુ ગણાશે. મોટા ભાગના પ્રાંત કોરોનાના કારણે ચિંતાગ્રસ્ત છે અને શહેરોમાં ફરીથી સન્નાટો વ્યાપી રહ્યો છે. ફરીથી લોકડાઉનનો સમય પાછો આવી રહ્યો છે પરંતુ લોકોનો સાચો બચાવ તેઓ સાવધાની રાખશે, માસ્કનો ઉપયોગ કરશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે તો જ થઈ શકશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.