સુરતમાં સંક્રમણ અટકાવવામાં સરકાર નિષ્ફળઃ લોકો સેલ્ફ લોકડાઉનના માર્ગે

– સતત વધતાં કેસ અને મૃત્યુઆંકથી સુરતીઓમાં ગભરાટ

જીવતા રહીશો તો પૈસા તો કમાઈ લઈશું તેમ વિચારી અનેકે દુકાના બંધ કરીઃ કેટલાક દુકાનદારોએ ધંધાના સમયમાં ઘટાડો કરી દીધોે 

 

સુરતમાં છેલ્લા પંદર દિવસથી કોરોનાનું સંક્રમણ ઘણું જ ગંભીર રીતે વધી રહ્યું છે અને લોકો ટપોટપ મોતને પણ ભેટી રહ્યાં છે. સરકાર સંક્રમણ અને મૃત્યુ આંક ઘટાડવામાં નિષ્ફળ રહેતાં હવે કેટલાક સુરતીઓએ સેલ્ફ લોક ડાઉનનો માર્ગ અપનાવી રહ્યાં છે. કેટલાક વેપારીઓએ પોતાના કામ ધંધાના સમયને મર્યાદિત કરી દીધો છે તો કેટલાક લોકોએ દસથી પંદર દિવસ દુકાનો બંધ રાખવાનો નિર્ણય પણ કર્યો છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ દસ જ દિવસમાં કોરોના પોઝીટીવના દર્દીઓમાં 2045નો ઉમેરો થયો છે. આટલું જ નહી પરંતુ સત્તાવાર રીતે જાહેર કરવામા  આવેલા મોત પણ દસ દિવસમાં 128 મોત થયાં છે. આ સત્તાવાર આંકડો કરતાં વાસ્તવિક આંકડો અનેકગણો વધો હોવાનું કહેવાય રહ્યું છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવાવમાં સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે.

સરકારે આરોગ્ય સચિવને સુરતના મેદાનમાં ઉતાર્યા બાદ સ્થિતિ સુધરવાના બદલે વધુ બગડી હતી. સુરતમા કોરોના સંક્રમણ સાથે મોતનું પ્રમાણ ઓછું કરવામાં સરકાર નિષ્ફળ જતાં સુરતીઓમાં ગભરાટ ફેલાઈ રહ્યો હોવાથી હવે સુરતીઓ સેલ્ફ લોક ડાઉન તરફ વળી રહ્યાં છે.

સંક્રમણ વધતાં કાપડ અને હીરાના બજાર સ્વૈચ્છિક રીતે બંધ થઈ રહ્યાં છે તો આજથી હીરા યુનિટ શરૂ કરવાની જાહેરાત હોવા છતાં અનેક યુનિટો આજે શરૂ ન થાય તેમ પણ છે. આવામાં અનેક લોકો સાથે સંપર્કમાં આવતાં વેપારીઓએ પણ સેલ્ફ લોક ડાઉનનો માર્ગ અપનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.