સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના 10મા ધોરણનું પરિણામ જાહેર કરવામાં હજી પણ અટકળો લગાવવામાં આવી રહી છે. જો કે, મીડિયામાં 12માની જેમ જ અચાનક પરિણામ જાહેર કરીને ચોંકાવનારા સમાચાર પર કેન્દ્રીય મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંક અને CBSEના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું કે, 10મા ધોરણનું પરિણામ 14 જુલાઈએ એટલે કે મંગળવારે આજે જાહેર કરવામાં નહીં આવે. પરિણામ આવતીકાલે, 15 જુલાઈએ જાહેર થવાની સંભાવના છે.
15 જુલાઈ સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવી શકે છે
આ અગાઉ કોર્ટના આદેશ બાદ CBSEએ જાણકારી આપી હતી કે, બોર્ડના પરિણામ 15 જુલાઈ સુધીમાં જાહેર કરવામાં આવશે. આ ક્રમમાં 12મા ધોરણનું પરિણામ 13 જુલાઈએ જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ હવે આતુરતાથી 10મા ધોરણના પરિણામની રાહ જોઈ રહ્યા છે. 10માની પરિક્ષામાં સામેલ વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર જઈને પોતાનું પરિણામ જોઈ શકશે.
18 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી
CBSE 10માનું પરિણામ cbse.nic.in અને results.nic.in પણ જોઈ શકાય છે. આ વર્ષે લગભગ 18 લાખ વિદ્યાર્થીઓ 10મા ધોરણની પરીક્ષા આપી હતી. CBSEએ પહેલા 12મા ધોરણનું પરિણામ 13 જુલાઈએ જાહેર કરી દીધું. કુલ 88.78% વિદ્યાર્થીઓએ 12મા ધોરણની પરીક્ષા આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.