ગુજરાતમાં કોરોના હવે ‘ટોપ ગીયર’માં: 24 કલાકમાં વધુ 915 કેસ

– 11097 એક્ટિવ કેસ: વધુ 14 સાથે કુલ મરણાંક 2071

– સુરતમાં 5, અમદાવાદ-વડોદરામાં 3-3ના મૃત્યુ: વધુ 749 સાથે હવે ડિસ્ચાર્જ થનારા દર્દીઓનો આંક 30,000ને પાર

 

ગુજરાતમાં કોરોના વાયરસ હવે ‘ટોપ ગીયર’માં પ્રવેશી ચૂક્યો તેવી ભયાવહ પરિસ્થિતિ સર્જાઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં અત્યારસુધીના સર્વોચ્ચ ૯૧૫ સાથે ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંક હવે ૪૩૭૨૩ થઇ ગયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસનો આંક હવે ૧૧૦૯૭ છે. રાહતની વાત એ છે કે, વધુ ૭૪૯ સાથે કુલ ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા હવે ૩૦ હજારને વટાવી ચૂકી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા.

ગુજરાતમાં માત્ર જુલાઇ માસના ૧૪ દિવસમાં જ કોરોનાના કુલ કેસનો આંક હવે ૧૧૦૮૦ થઇ ગયો છે. સુરતમાં દિવસેને દિવસે ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાં ૨૨૧-સુરત ગ્રામ્યમાં ૭૦ એમ કુલ ૨૯૧ કેસ નોંધાયા હતા. આમ, સુરતમાં કોરોનાના કુલ કેસ હવે ૮૪૦૬ થઇ ગયા છે. આ પૈકી ૨૯૬૯ એક્ટિવ કેસ છે. ૩૦ જૂન સુધી સુરતમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૩૭૧ હતી. આમ, ૧૪ દિવસમાં જ સુરતમાં એક્ટિવ કેસ અઢી ગણા વધ્યા છે. બીજી તરફ અમદાવાદમાં વધુ ૧૬૭ સાથે કોરોનાના કુલ કેસનો આંક ૨૩૪૨૬ થયો છે. અમદાવાદમાં  એક્ટિવ કેસ હવે ૩૬૭૪ છે. અનલોક જારી કરાયા બાદ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ડાંગ-દેવભૂમિ દ્વારકા જ એવા જિલ્લા હતા જ્યાં કોરોનાના એકપણ કેસ નોંધાયા નથી. અન્ય ૩૧ જિલ્લાઓ કે જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં ૭૬ સાથે વડોદરા, ૪૫ સાથે ભાવનગર, ૩૧ સાથે સુરેન્દ્રનગર, ૨૮ સાથે ભરૃચ, ૨૬ સાથે ગાંધીનગર, ૨૫ સાથે જુનાગઢ, ૨૪ સાથે રાજકોટ, ૨૧ સાથે બનાસકાંઠા, ૧૯ સાથે દાહોદનો સમાવેશ થાય છે.

એક્ટિવ કેસની રીતે વડોદરા ૮૪૮ સાથે ત્રીજા, રાજકોટ ૪૬૩ સાથે ચોથા, ભાવનગર ૪૪૬ સાથે પાંચમાં સ્થાને છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪ સાથે કુલ મરણાંક હવે ૨૦૭૦ થઇ ગયો છે. દૈનિક સૌથી વધુ મરણના આંકમાં પણ અમદાવાદ કરતા સુરત હવે આગળ  છે. સુરતમાં ૫, અમદાવાદમાં ૩, વડોદરામાં ૩, બનાસકાંઠા-ભાવનગર-ગાંધીનગરમાંથી ૧-૧ વ્યક્તિના મૃત્યુ થયા હતા. આમ, કુલ મરણાંક હવે અમદાવાદમાં ૧૫૨૫, સુરતમાં ૨૨૪, વડોદરામાં ૫૨, ગાંધીનગરમાં ૩૪ છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી સૌથી વધુ ૨૪૭, અમદાવાદમાંથી ૧૮૦, વડોદરામાંથી ૬૨, બનાસકાંઠામાંથી ૬૦, રાજકોટમાંથી ૫૧ દર્દીઓને રજા અપાઇ હતી. ગુજરાતમાં હાલ ૧૧૦૯૭ એક્ટિવ કેસમાંથી ૭૧ વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૮૧૦૨ સાથે ગુજરાતમાં કુલ ટેસ્ટનો આંક હવે ૪,૭૮,૩૬૭ થયો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હાલ ૩.૩૯ લાખ વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે.

 

સૌથી વધુ એક્ટિવ કેસઃ ગુજરાત નવમાં સ્થાને

રાજ્ય        એક્ટિવ કેસ

મહારાષ્ટ્ર       ૧,૦૭,૬૬૫

તામિલનાડુ     ૪૭,૧૯૫

કર્ણાટક         ૨૫,૮૩૬

દિલ્હી           ૧૮,૬૬૪

આંધ્ર પ્રદેશ     ૧૫,૧૪૪

ઉત્તરપ્રદેશ      ૧૩,૭૬૦

તેલંગાણા       ૧૨,૧૭૭

પશ્ચિમ બંગાળ  ૧૧,૯૨૭

ગુજરાત        ૧૧,૦૯૮

રાજસ્થાન       ૫૭૫૯

કોરોનાના સૌથી વધુ કેસ : ગુજરાત હવે પાંચમાં સ્થાને

કોરોનાના સૌથી વધુ કેસમાં ગુજરાતને પાછળ મૂકીને કર્ણાટક હવે ચોથા સ્થાને આવી ગયું છે. મંગળવારે સાંજ સુધીમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૨.૬૭ લાખ, તામિલનાડુમાં ૧.૪૭ લાખ, દિલ્હીમાં ૧.૧૫ લાખ, કર્ણાટકમાં ૪૪૦૭૭, ગુજરાતમાં ૪૩૭૨૩ અને ઉત્તર પ્રદેશમાં ૩૯૭૨૪ કેસ નોંધાયા છે.




લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.