બિહારમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 6,261 જ્યારે અત્યાર સુધીમાં 174 લોકો મૃત્યુ પામ્યા
બિહારમાં ગવર્નર હાઉસના લગભગ 20 સદસ્ય કોરોના વાયરસથી પોઝિટિવ આવ્યા છે. બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જયસ્વાલ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. બિહારમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે બિહારમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 19,284 થઈ ગઈ છે અને તેમાં સક્રિય કેસની સંખ્યા 6,261 છે. તે સિવાય 12,849 લોકો સાજા થઈ ગયા છે અથવા તો તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે જ્યારે અત્યાર સુધીમાં 174 લોકો મૃત્યુ પામ્યા છે.
બિહારમાં 31મી જુલાઈ સુધી લોકડાઉન લંબાવી દેવાયું છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ ટ્વિટમાં લખ્યું હતું કે, બિહાર સરકારે 16થી 31મી જુલાઈ સુધી લોકડાઉનનો નિર્ણય લીધો છે. તમામ નાગરિક સંસ્થાઓ, જિલ્લા મુખ્યાલય, સબડિવિઝન અને બ્લોક હેડક્વાર્ટર્સ 15 દિવસ માટે બંધ રહેશે. આ માટેના દિશા નિર્દેશ તૈયાર કરી દેવાયા છે.
નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમારે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની કોઈ જ દવા નથી અને વેક્સિન પણ નથી. આપણે બધાએ ચહેરા પર માસ્ક, રૂમાલ કે ટુવાલ બાંધવાનું સુનિશ્ચિત કરવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.