સોમવારે નેપાળના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીએ એક નિવેદન આપ્યું હતું કે, ભગવાન રામ ભારતના નથી પરંતુ નેપાળના છે. આ સાથે જ તેમણે તે પણ કહ્યું કે, વાસ્તવિક અયોધ્યા તો નેપાળમાં વીરગંજ પાસે છે. તેમના આ નિવેદન બાદ ભારતમાં ધાર્મિક સંગઠનો તરફથી સખ્ત પ્રતિક્રિયાઓ આવી હતી.
જે બાદ નેપાળના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, પીએમ ઓલીના નિવેદનનો અર્થ નથી કે તેઓ અયોધ્યાનું મહત્વ ઓછું આંકી રહ્યાં છે. વડાપ્રધાને જે નિવેદન આપ્યું તેના દ્વારા તેઓ કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવા નહોતા માંગતા અને ના તો તેમનો હેતુ કોઈની ભાવનાને ઠેસ પહોંચાવાનો છે. નેપાળના વડાપ્રધાને જે કંઈ પણ કહ્યું તેની પાછળ રાજકિય અસર નથી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.