જવાનોને મળશે પેન્શન, 10 વર્ષથી ઓછી સેવા આપનારને પણ લાભ

હવેથી નવા નિયમ અનુસાર 10 વર્ષથી ઓછી સેવા આપનાર સશસ્ત્ર સેનાના જવાનોને પણ હવે પેન્શન મળશે. રક્ષા મંત્રાલયે કહ્યું કે સશસ્ત્ર સેનાના એ જવાનોને પણ પેન્શનની મંજૂરી અપાઇ છે જેમને 10 વર્ષથી ઓછી સેવા આપી છે.

ખરેખર 10 વર્ષથી ઓછી સેવા આપનારને પેન્શન માટે પાત્ર નથી. સરકાર અત્યાર સુધી 10 વર્ષની સેવા પૂર્ણ કરનાર જવાનોને જ પેન્શનનો લાભ આપતી હતી. જે કોઇ કારણસર આગળ સૈન્ય સેવા માટે અમાન્ય જાહેર કરાયા હતા.

રક્ષા મંત્રાલયે કહ્યું કે સરકારે સશસ્ત્રદળમાં દસ વર્ષથી ઓછી સેવા આપનાર જવાનોને પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે. જેમને ઇજાગ્રસ્ત થવાના કે માનસિક કમજોરીના કારણે તેમની સેવા આગળ વધારી નથી. રક્ષા મંત્રાલયે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. વધુમાં જાહેર કરાયું છે કે આ સેવાનો લાભ એ તમામ લોકોને મળશે જે 4 જાન્યુઆરી 2019 કે તે બાદ સેવામાં હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.