મધ્યપ્રદેશના ગુનામાં ગરીબ ખેડૂત દંપતિ પર પોલીસ રાક્ષસની જેમ તુટી પડ્યા બાદ આ દંપતિએ પોતાના બાળકોની સામે જ ઝેરી દવા પી લીધી હતી.
આ આખી ઘટનાની તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસની બર્બરતા સામે દેશભરમાં ભારે આક્રોશ ભભૂકિ ઉઠયો છે. મળતી વિગતો પ્રમાણે ગુના જિલ્લામાં મંગળવારે મહેસૂલ વિભાગ અ્ને પોલીસની ટીમ જમીન પર થયેલો ગેરકાયદેસર કબ્જો હટાવવા માટે ગઈ હતી. આ જમીન સાયન્સ કોલેજ માટે અપાયેલી છે અને પોલીસ પહેલા પણ તેના પરનુ ગેરકાયદેસર દબાણ હટાવી ચુકી છે.
આ જમીન પર હાલમાં રાજકુમાર નામનો ખેડૂત અને તેની પત્ની ખેતી કરે છે. તેમણે પોલીસને કહ્યુ હતુ કે, જે પાક ઉગ્યો છે તેની કાપણી થઈ જાય ત્યાં સુધી મહેરબાની કરીને રોકાઈ જાવ. કારણકે અમે બે લાખ રુપિયા ખર્ચો કર્યો છે. જોકે પોલીસે બર્બરતાનુ પ્રદર્શન કરીને આ દંપતિને તેમના બાળકોની સામે જ મારવા માંડ્યા હતા.
લાચાર દંપતિએ પોલીસ અને પોતાના બાળકોની સામે જ ઝેરી દવા પી લીધી હતી.જોકે પોલીસને તો તેની પણ કોઈ અસર થઈ નહોતી.ખેડૂત કહેતો રહ્યો હતો કે, મેં દેવુ કરીને આ જમીન પર ખેતી કરી છે.એ પછી દંપતિ બેહોશ થઈ ગયુ હતુ. જેમ તેમ કરીને તેમને બાદમાં હોસ્પિટલ લઈ જવાયા હતા.
દરમિયાન આ ઘટના સામે આક્રોશ ફાટયા બાદ એક કલાકમાં આ વિસ્તારના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યુ હતુ કે, મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ આ પ્રકારના અસંવેદનશીલ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.ગુનાના કલેક્ટર અને એસપીને તાત્કાલિક હટાવી દેવાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.