દુબઇની હોસ્પિટલે દાખલ તેલંગણાના કોરોના દર્દીનુ 1 કરોડ 52 લાખ રૂપિયા બિલ માફ કરી દીધુ છે તેમજ ભારત આવવાની ટિકિટ અને 10,000 રૂપિયા આપીને તેને પરત મોકલ્યા છે.
તેલંગણાના જગીતાલમા રહેનાર ઓદનલા રાજેશ 23 એપ્રિલના રોજ દુબઇની હોસ્પિટલમા કોરોના પોઝીટીવ આવતા દાખલ કરવામા આવ્યા હતા. લગભગ 80 દિવસની સારવાર બાદ રાજેશને હોસ્પિટલમાથી રજા આપ્યા બાદ તેનુ બિલ 1 કરોડ 52 લાખ રૂપિયા થયુ હતુ.
ત્યાર પછી દુબઇમા ગલ્ફ વર્કસ પ્રોટેક્શન સોસાયટીના અધ્યક્ષ ગુંદેલી નરસિમહા, જે શરૂઆતથી જ સંપર્કમા હતા અને તેઓ રાજેશને હોસ્પિટલ લઇ ગયા હતા, તેમણે આ બાબતે દુબઇમા ભારતીય વાણિજ્ય દુતાવાસના અધિકારી શ્રીમાનસુથ રેડ્ડીને વાત કરી.
આ સિવાય વાણિજ્ય દૂતાવાસના અધિકારી હરજીત સિંહએ દુબઇની હોસ્પિટલના વહીવટીતંત્રને પત્ર લખ્યો અને માનવતાના આધારે આ ગરીબનુ બિલ માફ કરવાનુ કહ્યુ. હોસ્પિટલ તરફથી હકારાત્મક જવાબ આપવામા આવ્યો અને રાજેશનુ બિલ માફ કરવામા આવ્યુ.
દર્દી ઓદનલા રાજેશ અને તેના એક સાથીને ફ્રિ ટિકિટ આપવામા આવી તેમજ હાથ ખર્ચા માટે 10,000 રૂપિયા પણ આપવામા આવ્યા. મંગળવારની રાત્રે તેઓ ગૃહનગર પહોંચ્યા ત્યારે રાજેશને અધિકારીઓએ રિસીવ કર્યા હતા અને તેના પરિવારની સાથે ગયા હતા. જો કે તેમને 14 દિવસ માટે હોમ કોરન્ટાઇન કરવામા આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.