અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદોમાં ઘેરાઈ છે.
અહીંયા અભ્યાસ કરતી એક હિન્દુ વિદ્યાર્થિનીને હિજાબ પર ટિપ્પણી કરવા બદલ હવે સોશ્યલ મીડિયા પર ધમકીઓ આપવામાં આવી રહી છે.આ હિન્દુ વિદ્યાર્થિનીએ ટવિટ કર્યુ હતુ કે, અહીંયા હિન્દુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સાથે કેવો વ્યવહાર થાય છે જાણવુ છે? હિન્દુ વિદ્યાર્થિનીઓને હોસ્ટેલમા હિજાબ માટે ફરજ પાડવામાં આવે છે.
દરમિયાન એક વિદ્યાર્થીએ તેના જવાબમાં ધમકી આપતા લખ્યુ હતુ કે, તમને પણ હિજાબ પહેરાવવામાં આવશે અને તે પણ પિત્તળનો.બીજા વિદ્યાર્થીઓએ પણ આ હિન્દુ વિદ્યાર્થિની પર આપત્તિ જનક ટિપ્પણીઓ કરી હતી.
એ પછી ફફડી ગયેલી વિદ્યાર્થિનીએ પોલીસને ફરિયાદ મોકલી છે.બીજી તરફ યુનિવર્સિટી સત્તાધીશોએ પણ તપાસ શરુ કરી છે.
આ મુદ્દે રાજકારણ પણ ગરમાઈ શકે છે.ભાજપના પૂર્વ મેયર શકુંતલા ભારતીનુ કહેવુ છે કે, એક વિદ્યાર્થિની માટે જે શબ્દ વપરાયા છે તેની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.