કેરળમાં બલિપ્રથા પર પ્રતિબંધ મુક્તા કાયદાને સુપ્રિમમાં પડકારાયો

મંદિરમાં દેવતાઓનાં નામ પર બલિ આપવાની પ્રથાને ધર્મનું અભિન્ન અંગ બતાવતા કેરલ સરકારનાં એ કાયદાને સુપ્રિમ કોર્ટમાં અરજી કરીને પડકારવામાં આવ્યો છે, જેમાં બલિ પ્રથા પર પ્રતિબંધ લગાવવા માટે કાયદો બનાવવામાં આવ્યો છે, સુપ્રિમ કોર્ટએ કેરળ સરકારને નોટિસ જારી કરી છે.

સુપ્રિમ કોર્ટમાં કેરળ હાઇ કોર્ટનાં હુકમને પડકારમાં આવ્યો છે, કેરળ હાઇ કોર્ટએ કેરળ સરકારનાં એ કાયદાને બંધારણીય રીતે માન્ય ગણ્યો છે, જેમાં સરકારે મંદિરમાં દેવતાઓનાં નામ પર પશુઓ અને પક્ષીઓ પર પ્રતિબંધ લગાવવાનો કાયદો બનાવવામાં આવ્યો છે.

સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધિશ જસ્ટીસ એસ.એ બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચમાં દાખલ અરજી પર કેરળ સરકારને નોટિસ જારી કરી છે, અરજીમાં કહેવામાં આવ્યું છે કે બલિ આપવી તે ધાર્મિક પરંપરાનું અભિન્ન અંગ છે, કેરળ કોર્ટે બંધારણની કલમ -25 (1)ની જોગવાઇનું ઉલ્લેઘન કરવામાં આવ્યું છે.

16 જુનનાં  દિવસે કેરળ હાઇકોર્ટએ કેરળ એનિમલ એન્ડ સેક્રિફાઇસેસ પ્રોહિબિશન એક્ટનાં વિરૂધ્ધ દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી હતી, હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે અરજીમાં એવા  કોઇ તથ્ય નથી, જેનાથી એ સાબિત થઇ શકે કે આ પ્રેક્ટિસ ધર્મનું અંગ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.