પાયલટને થોડી રાહત, નોટિસ પર 21 જુલાઈ સુધી HCની રોક, આગામી સુનવણી સોમવારે

રાજસ્થાનામાં ચાલી રહેલા રાજકિય સ્થિતિની લડાઈ હવે હાઈકોર્ટમાં પહોંચી ગઈ છે. પાયલટ જુથ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર રાજસ્થાન હાઈકોર્ટે સુનવણી કરી. જ્યારે આ મામલે સચિન પાયલટને થોડી રાહત મળી છે. રાજસ્થાન હાઈકોર્ટે 21 જુલાઈ સુધી નોટિસ પર રોક લગાવી છે અને હવે આ મામલે આગામી સુનવણી સોમવારે થશે.

રાજસ્થાન હાઈકોર્ટમાં સચિન પાયલટ જુથ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સોમવારે સવારે 10 વાગ્યાથી સુનવણી થશે. તે સાથે જ રાજસ્થાન હાઈકોર્ટે 21 જુલાઈ સુધી નોટિસ પર રોક લગાવી દીધી છે. રોક લગાવવાની સાથે જ હવે 21 જુલાઈ સુધી સ્પિકર કોઈ કાર્યવાહી નહી કરી શકે.

આજે ચર્ચા દરમિયાન હરિશ સાલ્વેએ સચિન પાયલટ તરફથી કહ્યું કે, હું સરકારને તોડી રહ્યું છે કે કોઈ પણ મર્યાદા ઓળંગીને કોઈ પાપ કરી રહ્યો છું તો હું સમજમાં આવે છે કે હું ખોટું કરી રહ્યો છું. પરંતુ હું જ્યારે અવાજ ઉઠાવું છું તો તે અમારી ફ્રિડમ ઓફ સ્પિચનો પાઠ છે જે આર્ટિકલ 19 હેઠળ મને મળે છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા આપણા સંવિધાનનો ભાગ છે. તેથી આ નોટિસને તુરંત રદ્દ કરવામાં આવે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.