ચીન સાથે તનાવની સ્થિતિ વચ્ચે જવાનોનો જુસ્સો વધારવા માટે લદ્દાખ પહોંચેલા રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યુ
હતુ કે, ભારતની એક પણ ઈંચ જમીન છીનવવાની દુનિયાની કોઈ સેનામાં તાકાત નથી.દેશને ભારતીય સેના પર ગર્વ છે.
રાજનાથ સિંહે જવાનોને કહ્યુ હતુ કે, હું તમારી વચ્ચે આવીને ગર્વ અનુભવી રહ્યો છું.જવાનોની શહાદત એળે નહી જાય.130 કરોડ દેશવાસીઓને તમારા પર અભિમાન છે.
તેમણે કહ્યુ હતુ કે, અત્યાર સુધી જે પણ વાતચીત થઈ છે તેનાથી મામલો હલ થવાની શક્યતા છે.જોકે કયાં સુધીમાં તેનો ઉકેલ આવશે તેની ગેરંટી આપી નથી શકતો.હા એટલો વિશ્વાસ અપાવી શકું છુ કે, ભારતની એક ઈંચ જમીન પર દુનિયાની કોઈ તાકાત કબ્જો કરી શકે તેમ નથી.
આ પહેલા રાજનાથસિંહે એલએસીને અડીને આવેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને લુકુંગ ચોકી પર જઈને ભારતીય સેનાના જાંબાઝ જવાનો સાથે વાતચીત કરીને તેમની સાથે ચા નાસ્તો પણ કર્યો હતો.
તેમણે કહ્યુ હતુ કે, અમે શાંતિ ઈચ્છીએ છે અને આ જ આપણુ ચરિત્ર છે.આપણે કોઈ દેશના સ્વાભિમાન પર પ્રહાર કર્યો નથી પણ જો કોઈ આપણા સ્વાભિમાન પર પ્રહાર કરશે તો તે સહન કરી લેવામાં નહી આવે અને જડબાતોડ જવાબ આપવામાં આવશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.