– લેહથી પોણા ચારસો કિ.મી.ના અંતરે આવેલા એરબેઝ પર ચીને ફાઇટર વિમાનો ગોઠવ્યા
– ‘ભારતની ભૂમિ પર કોઈ કબજો જમાવી નહીં શકે’: એલએસી પર પેગોંગ સરોવરના કાંઠેથી રાજનાથસિંહનું સૈન્યને સંબોધન
રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે લદ્દાખ લાઈન ઑફ એક્ચ્યુલ કન્ટ્રોલ (એલએસી)ની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની આ બે દિવસીય મુલાકાતમાં તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત અને આર્મી વડા જનરલ નરવાણે જોડાયા હતા.
પેંગોગ સરોવરના કાંઠે લુકુંગ ખાતે આવેલી આર્મી અને આઈટીબીપીની સંયુક્ત પોસ્ટ ખાતે જવાનોને સંબોધન કર્યું હતું. અહીં તેમણે કહ્યું હતું કે ચીન સાથે વાટા-ઘાટો ચાલે છે, પરંતુ ઉકેલ ક્યારે આવશે એ નક્કી કહી શકાતું નથી.
આ વિધાન દ્વારા આડકતરી રીતે તેમણે ચીનની દાનત સારી ન હોવાનો સંકેત આપી દીધો હતો. તેઓ જ્યાં ઉભીને સંબોધન કરી રહ્યા હતા એ લુકુંગ લશ્કરી પોસ્ટથી 43 કિલોમીટર જ દૂર ફિંગર-4 નામનો વિસ્તાર આવેલો છે, જ્યાં બન્ને સૈન્ય વચ્ચે ટક્કર થઈ હતી અને હાલ સૈન્ય પરત ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી છે.
રાજનાથસિંહે કહ્યું હતુ કે ચીન સાથે વાટા-ઘાટો ચાલે છે અને અન્ય રીતે પણ સમાધાનના પ્રયાસો ચાલે છે. પણ ચીન સાથે નિવેડો ક્યારે આવે તેનું નક્કી નહીં. લુકુંગ એ 11 હજાર ફીટ ઊંચાઈએ આવેલી ફોરવર્ડ એટલે કે એલએસી પરની પોસ્ટ છે.
અહીંથી સંબોધન કરીને તેમણે સંરક્ષણની તમામ પાંખનો ઉત્સાહ વધારવાનું મહત્ત્વપૂર્ણ કામ કર્યું હતું. સવારે પહોંચેલા રાજનાથસિંહે કાતિલ ઠંડીમાં ફરજ બજાવતા જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો અને તેમનું મોં પણ મીઠાઈ વડે મીઠું કરાવ્યું હતું. ગલવાન શહીદોને અંજલિ આપી હતી.
તેમણે કહ્યું હતું કે ભારત શાંતિપ્રિય દેશ છે, ક્યારેય કોઈ પર આક્રમણ કર્યું નથી. પણ જો કોઈ દેશ ભારત સાથે ગેરવર્તન કરે તો તેનો જવાબ આપતા પણ ભારતને આવડે છે. ભારતની એક ઈંચ પણ જમીન દુશ્મનોના હાથમાં જવા નહીં દઈએ એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
ફોરવર્ડ પોસ્ટ તરફ જતાં પહેલા તેઓ લેહની ભાગોળે આવેલા સ્ટકના મિલિટરી સ્ટેશને રોકાયા હતા અને ત્યાં ભારતની મેઈન બેટલ ટેન્ક ટી-90ની કવાયત, પેરાટ્રૂપર્સ ટીમના કરતબો, રશિયન બનાવટની મશીન ગન વગેરે નિહાળ્યા હતા. સ્ટકના પોસ્ટ ખાતેની કવાયતમાં અપાચે હેલિકોપ્ટર, રૂદ્ર હેલિકોપ્ટર, એમ-17 હેલિકોપ્ટર.. વગેરેએ પણ ભાગ લીધો હતો. આ રીતે અગિયાર-બાર હજાર ફીટની ઊંચાઈએ ભારતે શક્તિ પ્રદર્શન કર્યું હતું.
રાજનાથસિંહ સાથે આ પ્રવાસ દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને આર્મી ચીફ ઉપરાંત નોર્ધન આર્મી કમાન્ડર લે.જનરલ યોગેશ કુમાર, 14મી કોરના કમાન્ડર લે.જન હરિન્દરસિંહ વગેરે પણ ઉપસિૃથત રહ્યા હતા. સરહદી વિસ્તારની મુલાકાત લીધા પછી તેઓ શ્રીનગર પરત ફર્યા હતા અને અહીં પાકિસ્તાન-એલઓસીની સિૃથતિની સમીક્ષા કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.