રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે ગુજરાતમાં દારૂબંધીને લઇને આપેલા નિવેદનના કારણે ગુજરાતના રાજકારણમાં હલચલ થઇ ગઈ છે, સરકાર વિપક્ષ પર પ્રહાર કરે છે, તો વિપક્ષ સરકાર પર પ્રહાર કરે છે. આ નિવેદનોના દોરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજસ્થાન સરકાર પર આંકરા પ્રહરો કર્યા હતા અને રાજસ્થાનના મુખ્યમંત્રીને રાજસ્થાનમાં દારૂબંધીના કાયદાનો અમલ કરવાની ચેલેન્જ આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદન પછી NCPના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ નિવેદન આપ્યું હતું અને તેમને નિવેદન આપતા રાજ્ય સરકાર પર આંકરા પ્રહારો કર્યા હતા.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને રાજ્યપાલના બંગલાઓની પાછળ જ દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે, ત્યારે સરકાર ગુજરાતમાં દારૂબંધીની વાતો કરે છે. ગુજરાતના 70% લોકો દારૂ અને નોનવેજનો ઉપયોગ કરે છે, તો ગુજરાતમાં દારૂબંધી શેની…???
ઉલ્લેખનીય છે કે, વિજયાદશમીના અવસરે ભાવનગરમાં શંકરસિંહ વાઘેલા એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં તેમને લોકોને સંદેશો આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં અનેક રાવણનો નાશ કરવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.