સુશાંત કેસમાં સગાવાદના આરોપો સાબિત નહીં કરી શકું તો પદ્મ શ્રી એવોર્ડ પાછો આપી દઈશઃ કંગના

યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલીવૂડમાં સગાવાદના આક્ષેપોથી ભૂકંપ સર્જાયો છે.

બોલીવૂડમાં ચાલતા ભાઈ-ભત્રીજા વાદ પર સોશ્યલ મીડિયામાં જોરદાર ચર્ચા છે.આ દરમિયાન અભિનેત્રી કંગના રનૌતે તો ત્યાં સુધી કહ્યુ હતુ કે, સુશાંત સિંહ બોલીવૂડમાં ચાલતા સગાવાદનો ભોગ બન્યો હતો.સુશાંતનુ યોજના પૂર્વક મર્ડર કરાયુ છે.

એ પછી સુશાંતના કેસની સીબીઆઈ તપાસની પણ માંગ થી રહી છે.કંગનાએ પોતાના નિવેદનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા માથાઓ પર આરોપ મુક્યા હતા.જોકે આ કેસમાં કંગનાની પોલીસે કોઈ પૂછપરછ કરી નથી.એક ચેનલ સાથેની વાતચીતમાં કંગનાએ કહ્યુ હતુ કે, મને પોલીસનુ સમન્સ તો મળ્યુ છે પણ હું અત્યારે મનાલીમાં છું અને મુંબઈ જવા માંગતી નથી.આ નિવેદન લેવા માટે પોલીસ ઈચ્છે તો કોઈને મનાલી મોકલી શકે છે.

કંગનાએ તો હવે ત્યાં સુધી કહ્યુ છે કે, જો હું મારા આરોપ સાબિત નહી કરી શકું તો મને સરકારે આપેલુ પદ્મ શ્રી સન્માન પાછુ આપી દઈશ.મેં જે પણ વાત કરી છે તે જાહેરમાં પહેલેથી જ છે અને હું તેને સાબિત કરવા માટે તૈયાર છું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.