ગઢડા કોળી સમાજની બેઠકમાં રૂપાણીની ભાજપ સરકારના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળિયાની હાજરીમાં આત્મારામ પરમારનો જોરદાર વિરોધ થયો હતો. કોળી સમાજના 300 આગેવાનો હતા અને તમામે એકી અવાજે કુવર બાવળીયાને સંભળાવી દીધું હતું કે. તમારા ભાજપથી અમે બધા નારાજ છીએ. આત્મારમ પરમારનું નામ ગઢડા વિધાનસભા બેઠક પર જાહેર કરી દીધું છે તે અમને માન્ય નથી. અમે ભાજપે હરાવીશું.
ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મારુંએ રાજીનામું અપાવવામાં જે શોદાબાજી થઈ તેનાથી અહીંના મતદારો ભાજપથી ભારે નારાજ છે. તેઓ ભાજપને કોઈ પણ રીતે હરાવવા માટે સજજ છે. રોષ જોઈને બાવળિયાએ પૂરી બેઠક કર્યા વગર વિલા મોઢે નિકળી જવું પડ્યું હતું.
ગઢડાના ખોપાળામાં કોળી સમાજની બેઠક થઈ હતી. ગઢડા શહેર, ગ્રામ્ય અને આસપાસના 3 તાલુકાના કોળી આગેવાનોની બેઠક મળી હતી. જેમાં રાજકીય નિર્ણય લેવાયો હતો કે ભાજપને હરાવવામાં આવશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.